હવામાન વિભાગે આપી ફરી આ આગાહી, આ દિવસથી હીટવેવનો થશે અનુભવ

| Updated: April 14, 2022 2:39 pm

અમદાવાદીઓ, આગામી હીટવેવનો સામનો કરવા માટે તૈયાર થઇ જાવ ફરીથી હવામાન વિભાગ દ્રારા આગાહી આપવામાં આવી છે.શહેરમાં શુક્રવારથી હીટવેવનો (heatwave)અનુભવ થશે.

“અમદાવાદ, ગાંધીનગર, અમરેલી , સુરેન્દ્રનગર, રાજકોટ અને કચ્છમાં પડશે ભારે ગરમી.અલગ-અલગ વિસ્તારોમાં હીટવેવની (heatwave)સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે. શુક્રવાર અને શનિવારની આગાહીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

રાજ્યના પ્રદેશોમાં અપેક્ષિત હીટવેવ (heatwave)સાથે, નાગરિકોને ખૂબ કાળજી લેવાની, બપોરના સમયે બહાર જવાનું ટાળવા અને પ્રવાહીનું સેવન વધારવાની સલાહ આપવામાં આવે છે.    

અમદાવાદમાં બુધવારે મહત્તમ તાપમાન 41.5 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 22.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું, જે સતત ત્રીજા દિવસે 42 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન (heatwave)નોંધાયું હતું. એકંદરે, 42.5 ડિગ્રી સેલ્સિયસ સાથે સુરેન્દ્રનગર રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું અને ત્યારબાદ કંડલા 42.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા ક્રમે હતું. તેમજ આજે ગુરુવારે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્રારા લોકોને કામ વગર બહાર ના નિકળવા સલાહ આપવામાં આવી છે.ગરમીના કારણે લોકોને ઝાડા-ઉલટી થઇ રહ્યા છે જેના કારણે ગરમીથી(heatwave) લોકો ત્રાણીમામ પોકારી ઉઠયા છે.વધી રહેલી ગરમીએ હવે કોલેરામાં પણ વધારો કર્યો છે જેના કારણે હવે તે પણ એક સમસ્યા સામે આવી છે.

Your email address will not be published.