ભારતમાં બેરોજગારીનું દુ:ખ અને અમેરિકાનાં સપનાની લાલચ

| Updated: January 28, 2022 12:45 pm

યુએસ-કેનેડા બોર્ડર પર પત્ની અને બે બાળકો સાથે મૃત્યુ પામનાર ગુજરાતનાં જગદીશ પટેલ શું અમેરિકા જવાનાં સપનાને સાકાર કરવા ગયા હતા કે પછી બેરોજગારીથી હતાશ થઇને તેમણે દેશ છોડ્યો હતો? આ ચકચારી ઘટના ભારતમાં રાજકીય રંગ લઈ રહી છે. જ્યારે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તેમના પક્ષના સાથી અને ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલના દાવાને રદિયો આપ્યો હતો કે ભારતમાં હવે નોકરીની તકો બચી નથી. જગદીશ પટેલના ગામના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિએ દાવો કર્યો હતો કે તેમના જેવા સંખ્યાબંધ લોકો પાસે કોઈ વિકલ્પ બાકી ન રહેતા તેઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા વિદેશ તરફ દોટ મુકે છે.

ઉત્તર ગુજરાતના કલોલ તાલુકાના ચૂંટાયેલા ધારાસભ્ય બળદેવ ઠાકોરે ઘટસ્ફોટ કરતાં વાઇબ્સ ઓફ ઇન્ડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે તેમના મતવિસ્તારમાંથી દર વર્ષે સરેરાશ 500 લોકો ભારત છોડે છે. આ કોઈ ક્રેઝ નથી,તેઓ હતાશાનાં કારણે જાય છે.

જીવવા માટેનાં સંઘર્ષમાં લોકો આવું કરે છે.જેમને વિઝા અને કાયદેસર પ્રવેશ નથી મળતો તેઓ જીવને જોખમમાં મૂકે છે. કેમ કે તેમના નાના ગામડાઓમાં મામૂલી આવક પર રહેવું એ એક મોટું જોખમ છે.

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસી કલોલનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડા-અમેરિકા બોર્ડર પર ઇમર્સનમાં પટેલ પરિવાર મૃત્યુ પામ્યો. તેઓ તેમના મતવિસ્તારના હતા. તેઓ કહે છે કે,આ ખૂબ જ દુઃખદ ઘટના છે પરંતુ આ એક એવી ઘટના છે જેની જાણ થઇ છે. અમેરિકાની જેલોના આંકડાઓ જુઓ.આંકડાઓ કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ કેનેડા અથવા અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાનું નક્કી કરે છે, ત્યારે તે તમામ પરિણામો માટે માનસિક રીતે તૈયાર હોય છે. મેં પત્ની અને બાળકોને છોડીને જતાં યુવાનોને ખુલ્લેઆમ કહેતા સાંભળ્યા છે કે તેઓ અહીં જે જીવન જીવે છે તેની સરખામણીમાં અમેરિકાની જેલો ફાઇવ સ્ટાર હોટેલ જેવી છે. હું છ મહિના જેલમાં રહીશ અને પછી કંઇક રસ્તો કાઢીશ તેમ આ યુવાનો કહેતા હોય છે.

જગદીશ, તેની પત્ની વૈશાલી અને બે બાળકો વિહાંગી (12) અને ધાર્મિક (3) કેનેડાથી યુએસમાં ગેરકાયદે ઘુસી રહેલા ડીંગુચા ગામના ગુજરાતીઓના ગ્રુપમાં હતા. એવું માનવામાં આવે છે કે તેઓ તેમનાંથી અલગ થઈ ગયા હતા અને મોતને ભેટ્યા હતા.તેમની પાસે કોઈ રસ્તો બચ્યો ન હતો. પૈસાની બહુ અછત છે અને ભારતમાં આજકાલ કોઈ સરકારી કે ખાનગી નોકરીઓ નથી. મારા વિસ્તારમાં કહેવાતા મધ્યમ વર્ગના લોકો ગરીબ બની ગયા છે. તેમની પાસે ભારત છોડવા સિવાય કોઈ રસ્તો નથી. ભારતમાં અન્ય ક્યાંય જવાનો કોઈ અર્થ નથી કેમ કે બેરોજગારી અને મોંઘવારી વધી રહી છે.

તમે કહી શકો છો કે પટેલ પરિવાર અમેરિકામાં સ્થાયી થવાનું સપનું લઇને ગયા હતા.પરંતુ હું કહીશ કે તેઓ લાચાર હતા અને જીવવા માટે કંઇ પણ કરવા તૈયાર હતા. કેનેડા અને અમેરિકા કદાચ તેમની છેલ્લી આશા હતી તેમ બળદેવભાઈએ વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું. કેનેડિયન સરકારે હજુ સુધી મૃત્યુ પામેલા પરિવારની

ઓળખની ખાતરી કરી નથી પરંતુ ગ્રામજનો તેમને ઓળખે છે અને તેમની વાતો કરે છે.
પટેલોએ અમેરિકા જવાનાં દુઃસ્વપ્ન માટે ભેગા થઇને 250,000 ડોલરનો ખર્ચ કર્યો હોવાનું માનવામાં આવે છે. પરંતું જો તેઓ એટલા ગરીબ હતા તો એજન્ટોને આટલી મોટી રકમ કેવી રીતે આપી શકે?

વાઇબ્સ ઓફ ઇન્ડિયાને સારાં જીવન અને તબીબી સંભાળ માટે થઇ રહેલી માનવ તસ્કરીનાં મોટા કૌભાંડને શોધવા માટે ડીંગુચા અને નજીકના ગામોની મુલાકાત લીધી હતી. જે જાણકારી મળી તે દુષ્કર છે.

મલ્ટી લેયર્ડ સિસ્ટમ

માનવ દાણચોરી કે તસ્કરીમાં પાંચ એજન્ટ સામેલ હોય છે. પ્રથમ બે એજન્ટો હંમેશા એક જ જિલ્લાનાં હોય છે. તેમને કેસ લાવવા માટે પૈસા મળે છે. આ સ્થાનિક એજન્ટોને જાણતા લોકો કહે છે કે તેમને આ કામ માટે 3000 ડોલર(અંદાજે રૂ. 2.5 લાખ)થી વધુ નથી મળતાં. બીજો એજન્ટ જે તે વ્યકિત માટે ભલામણ કરે છે અને તેને પણ એટલા જ પૈસા મળે છે.કોઇ વ્યકિત વિદેશ જવા માટે કેટલી ઉત્સુક છે તે આ સ્તરે સાબિત થાય છે.
તે પછી ઇન્ટરવ્યુ લેનાર આવે છે. આ એજન્ટ વ્યક્તિને તેની કૌટુંબિક પૃષ્ઠભૂમિ, તે વિદેશમાં કેટલા લોકોને ઓળખે છે અને સૌથી અગત્યનું તેના સ્પોન્સર્સથી સહિતનાં તમામ પ્રકારના પ્રશ્નો પૂછે છે. તેના સ્પોન્સર્સ ઘણીવાર એવા લોકો હોય છે જેઓ જાહેરમાં આવતા નથી. તેઓ તેમના ગામ, જિલ્લા અથવા દેશના હોઈ શકે છે. તેમની પાસે મોટેલ્સ અથવા સ્ટોર્સ હોઈ શકે છે અથવા કહો કે આંતરરાષ્ટ્રીય ફ્રેન્ચાઈઝીની ચેઇન હોઈ શકે છે. હવે આ એજન્ટ ચોથા નંબરનાં એજન્ટ સાથે મુલાકાત કરાવે છે,તે આ કૌભાંડની સૌથી મહત્વની કડી છે,

એજન્ટ નંબર ચાર નકલી દસ્તાવેજો બનાવવા માટે બહુ મોટો ચાર્જ કરે છે. તે અમેરિકન એજન્ટના સીધા સંપર્કમાં હોય છે. આ ભારતીય એજન્ટ ગેરકાયદેસર ઇમિગ્રન્ટને ઘુસણખોરી કરતાં પકડાઇ જાય તો તેમના અધિકારો કયા છે તે વિશે જાણકારી આપે છે.રસપ્રદ વાત એ છે કે, રુપિયાની છેલ્લી લેવડદેવડ પહેલા ફોન પર સરહદ પાર કરવાની અને તેમાં રહેલી મુશ્કેલીઓ વિશેની ફિલ્મો બતાવવામાં આવે છે. પંજાબ અને હરિયાણાથી વિપરીત, ગુજરાતના એજન્ટો દરિયાઈ માર્ગને પસંદ કરતા નથી. તેઓ તેમના પેસેન્જરને કાયદેસરનાં કેનેડિયન વિઝા સાથે પ્લેનમાં સીધા ટોરોન્ટો મોકલે છે. જો પેસેન્જર પાસે કેનેડાના વિઝા ન હોય તો તેમને માલદીવ્સ અને મેક્સિકો લઈ જવામાં આવે છે. આ રીતે લઇ જવા માટે ત્રણ ગણા રુપિયા વસૂલવામાં આવે છે.

જ્યારે પેસેન્જર નક્કી કરેલા સ્થળે પહોંચે છે ત્યારે જ તેની મુલાકાત બિન-ભારતીય એજન્ટ સાથે થાય છે.આ એજન્ટ એક પ્રકારના અધિકારી તરીકે આવે છે અને પેસન્જરને તેમની બાકીની સફર માટે શું કરવું અને શું ન કરવું તેની કડક સુચના આપે છે. બજારોમાંથી કપડાં ખરીદવામાં આવે છે અને પેસેન્જરને અમેરિકામાં ઘુસાડવા માટેની મુસાફરી હંમેશા કેનેડામાં ત્રણ દિવસનાં રોકાણ બાદ શરુ કરાય છે જેથી કરીને કોઇને જેટ લેગ ન થાય.

બેજવાબદાર અને અમાનવીય

કલોલથી ડીંગુચા સુધીનો સમગ્ર પટેલ પટ્ટો માનવ તસ્કરી દરમિયાન કરવામાં આવતી અમાનવીય પ્રથાઓ વિરુદ્ધ છે. ત્રણ વર્ષનો બાળક કિલોમીટર સુધી કેવી રીતે ચાલી શકે? શું આ લોકોને જાણ કરાઇ હતી કે ત્યાંનું તાપમાન માઈનસ 35 ડિગ્રી છે? સ્ટીવ શેન્ડે શા માટે એ વ્યવસ્થા ન કરી કે ગ્રુપ અગિયાર સભ્યોની એક ટીમ તરીકે સાથે રહે? એક લીડર તરીકે તેણે બધા માટે પેસેજ અને પ્રવેશની ખાતરી કરવી જોઈતી હતી અને પટેલ પરિવારને પાછળ છોડવો જોઇતો ન હતો.આ કેટલાક પ્રશ્નો છે જે પુછવામાં આવી રહ્યા છે.

અમેરિકામાં જીવન

જો જગદીશ પટેલ અને તેનો પરિવાર અમેરિકા પહોંચી ગયો હોત તો પણ તેમનું જીવન ગુલાબની પથારી જેવું ન હોત. તે તેના સ્પોન્સર્સની દયા પર નિર્ભર હોત. જો તેઓ નસીબદાર હોત અને તેમનાં કોઈ દૂરના સંબંધી પણ હોત, તો તેઓ ઝડપથી એડજસ્ટ થઈ જાત. સંયુક્ત પરિવારે તેમના આ ગેરકાયદે ઈમિગ્રન્ટ સંબંધીઓને ભારતીય પરંપરા મુજબ આતિથ્ય સત્કાર કર્યો હોત.પરંતુ જો તેઓ એવા નસીબદાર ન હોય, તો સ્પોન્સર્સે તેમનાં જીવનનો કબજો લીધો હોત.

તેઓ જે રાજ્યમાં રહે ત્યાં લઘુત્તમ વેતન 14 ડોલર પ્રતિ કલાક હોય તો તેઓ આવી ગેરકાયદે વ્યક્તિને માત્ર 7 ડોલર ચૂકવતા હોત જો કે, એક ભારતીય માટે જ્યાં ગરીબી દર એક ડોલરની દૈનિક આવક દ્વારા નક્કી કરવામાં આવે છે ત્યારે સાત ડોલર પ્રતિ કલાક પણ મોટી રકમ છે. પ્રથમ છ મહિના માટે ખાવા અને રહેવાનું મફત હોય છે તેથી તે બચત તેઓ કરત અને વધુ પૈસા કમાવવા માટે તે દિવસમાં ત્રણ શિફ્ટ પણ કામ કરતા હોત. આ પૈસામાંથી તે સહેલાઇથી બચત કરીને દેવું અને એજન્ટની ફી ચૂકવી શક્યા હોત.
કોણ ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ બનવાનું પસંદ કરે છે?

અમેરિકામાં ગેરકાયદે જતાં લોકો સામાન્ય રીતે 30 વર્ષથી ઉપરના લોકો હોય છે. જેમની ભારતમાં સારી આવક નથી અને જેમને પોતાનું અને તેમના પરિવારનું ભવિષ્ય ઉજ્જવળ લાગતું નથી. આ એવા લોકો હોય છે જેમણે તેમના જેવા ઘણા લોકોને જોયા હોય છે જેઓ દોઢ દાયકા પછી ભારત પાછા આવ્યા હોય છે.આ લોકો ત્યાંનાં સારા જીવન તેમના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય વિશે વાતો કરતાં હોય છે.જગદીશ પટેલ એક સમયે શિક્ષક હતા.તેઓ અમેરિકાથી પરત ફરેલા એવા ઘણા અભણ લોકોને મળ્યા હશે જેઓ તેમના કરતાં સારુ જીવન જવતાં હતા અને વધુ પૈસા ધરાવતાં હતાં.

ડીંગુચા એક અંતરિયાળ એનઆરઆઇ ગામ નથી. બળદેવભાઈ જણાવે છે કે એકલા કલોલ તાલુકામાં જ ઓછામાં ઓછા 59 આવા ગામો છે. આ ગામોમાં વસ્તી 6,000 થી વધુ નથી પરંતુ દરેક ગામમાંથી ઓછામાં ઓછા બે થી ચાર લોકો બહાર હશે જેમાં બે કેનેડા, લંડન અથવા અમેરિકામાં હશે. જોકે પહેલી પસંદગી હંમેશા અમેરિકા હોય છે.

જ્યારે વિદેશનાં સપનાની વાત આવે છે ત્યારે ભારતીયોમાં પંજાબીઓ નંબર વન છે. અમૃતસરની રણજીત કૌર કહે છે કે ઘણા પરિવારો તેમના પુત્રોને તરવાનું અને કઠિન પરિસ્થિતિમાં રહેવાનું શીખવે છે.જો તમે દરિયાઈ માર્ગે જતાં હોવ તો મેક્સિકો પહોંચતા પહેલા તમારે ઘણું બધુ તરવું પડે છે. ગુજરાતીઓને એકથી વધુ પાળીમાં કામ કરવાનું અને ભોજન અને રહેઠાણ પર પૈસા બચાવવાનું શીખવવામાં આવે છે.
અમેરિકામાં ગેરકાયદેસર રીતે જવાનાં અન્ય રસ્તા કયા છે?

સામાન્ય રીતે એજન્ટો દ્વારા થતી માનવ તસ્કરીનો રસ્તો સૌથી વધુ અપનાવવામાં આવે છે.તે પછી જોખમી અને વધુ ખર્ચાળ ડુપ્લિકેટ પધ્ધતિ છે. જેમાં એજન્ટો અમેરિકન વિઝા ધરાવતા મૃત લોકોના પાસપોર્ટ ખરીદી લે છે. તેઓ અરજદારને તૈયાર કરે છે અને તેને નકલી પાસપોર્ટ પર મોકલે છે.

જો કે, સૌથી જોખમી રીત કબૂતરબાઝી છે, જે ડુપ્લિકેટ કરતાં વધુ પોલિશ્ડ છે. અહીં તમે કાયદેસરનાં વિઝા હોય તેની સાથે આવો અને તેની માતા, પત્ની, પિતા હોય તેવો દેખાવ કરો.

ટૂંકમાં, પંજાબીઓ અને ગુજરાતીઓ તેમનાં “ફોરેન”નાં સ્વપ્નને સાકાર કરવા માટે બધું જોખમમાં મૂકે છે. ભાજપે તરત જ સંસદસભ્યને સસ્પેન્ડ કરી દીધા હતા.

ડીંગુચા ગામ એકદમ બિન-વર્ણનિત છે. ગામના રસ્તે અમે ચાના કપ માટે રોકાયા. ત્યાંની એક વ્યકિતએ કહ્યું કે, તેની પાસે ચા નથી અને તે બોર્ડ તરફ ઈશારો કરે છે જેમાં લખ્યું હતું ફક્ત ફ્રાય અને ચાઈનીઝ. તે કહે છે કે તે એ-વન કવોલિટીનાં છે ,જોકે અમે ત્યાંથી નીકળી જઇએ છીએ.ડીંગુચા જવાનું આસાન છે અને બળદેવભાઈએ અમને કહ્યું છે તેમ, તે માત્ર ડીંગુચા નથી. એક પછી એક ગામ, નાના ખિસ્સા, ધનોટ,બોરીસણા, અધના, ભદોદ, ધમાસણા અને અન્ય ગામનાં સંખ્યાબંધ લોકો તેમનાં અમેરિકન કનેકશનની બડાઈ મારતાં હોય છે. અમે ઘરનાં દેશી નાસ્તાથી ભરેલી કોસ્ટકો બેગ જોઇ છે અને અમે જેની સાથે વાત કરી હતી તે મોટાભાગના લોકોએ એમર્સનમાં પટેલ પરિવારના મૃત્યુ વિશે સાંભળ્યું હતું પરંતુ કોઈ પણ બોલવા માંગતું નથી.એક વૃદ્ધ માણસે અમને કહ્યું. તે અમારી સિસ્ટમ નથી. ડ્રાઇવરનું માનવું હતું કે મોટાભાગના ગામોનાં લોકો ગેરકાયદે વસાહતીઓ હશે અને તે તેમની વાસ્તવિકતા છે. સરકારી આંકડા મુજબ ડીંગુહાની વસ્તી 3,834 છે. અમે લગભગ એક ડઝન લોકો સાથે વાત કરી કે જેમનાં મિત્રો અને સંબંધીઓ અમેરિકામાં હતા.

કોણ હતા જગદીશ પટેલ?

જગદીશ પટેલ શિક્ષક હતા અને સીઝનલ ધંધો કરતાં હતા.વાઈબ્સ ઓફ ઈન્ડિયાને હજુ સુધી સ્પષ્ટ જાણકારી નથી મળી કે તેમને બરતરફ કરવામાં આવ્યા હતા કે જાતે નોકરી છોડી દીધી હતી. મે જેની સાથે વાત કરી હતી તે મોટાભાગના લોકો જાણતા ન હતા કે તેની પાસે અમેરિકન વિઝા ન હતા. કેટલાક લોકોએ દાવો કર્યો હતો કે તે કેનેડામાં જ સ્થાયી થવાનાં હતાં. બધાએ કહ્યું કે જગદીશ મોટેલ અને સ્ટોરમાં ત્રણ શિફ્ટમાં કામ કરવા તૈયાર હતા.

ગામની બહાર ચાના કિઓસ્ક પરના એક વ્યક્તિએ દાવો કર્યો કે જગદીશે કહ્યું હતું કે,અમે સંઘર્ષ કરીશું પરંતુ અમે અમારા બાળકોને સારી કોલેજોમાં મોકલીશું. જગદીશે મજાકમાં કહ્યું કે તે દોઢ દાયકા પછી ધાર્મિક અને તેની અમેરિકન કન્યા સાથે ગામમાં પાછો આવશે. તેનો પુત્ર ધાર્મિક, પરિવારથી થોડે દૂર મળ્યો હતો. માઈનસ 35 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં તે થીજીને મૃત્યું પામ્યો હતો.તે માત્ર ત્રણ વર્ષનો હતો. ભારતમાં તે દિવસે તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસ હતું.

Your email address will not be published.