તાપમાનમાં સતત વધારો થઇ રહ્યો છે તેની સાથે હવે હવામાન વિભાગ દ્રારા વરસાદની આગાહી કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પડશે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે.આ દરમિયાન છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસોથી સૂર્ય આગ વરસાવી રહ્યો છે આકાશમાંથી અગનવર્ષાઓ થઇ રહી ઠે જેને કારણે લોકો ગરમીથી શેકાઇ ગયા છે તેવામાં આ આગાહી મળતાની સાથે હવે લોકોને આશા છે કે ગરમીથી થોડી રાહત મળશે અને બીજી બાજુ વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકશાની થવાની ભિંતી સેવાઇ રહી છે અને તેને લઇને ખેડૂતોમાં ચિંતાઓ જોવા મળી રહી છે.ખેડૂતોનો ઉનાળુ પાક ખરાબ થઇ શકે છે જેના કારણે ખેડૂતો મુજવણમાં મુકાયા છે
આ પણ વાંચો- જાહ્નવી કપૂરે વિકેન્ડમાં મિત્રો સાથે મસ્તી કરી, સુંદર ફોટા શેર કર્યા
આ સાથે ગીરમાં જો વરસાદ થાઇ તો કેરીના પાકને ભારે નુકશાની થશે જેના કારણે કેરીના ભાવ ઉંચા જશે અને સામાન્ય અને મધ્ય વર્ગ આ વખતે કદાચ કેરીનો લુફત નહી ઉઠાવી શકે.
હાલના તાપમાનની જો વાત કરવામાં આવે તો 42.8 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ સૌથી વધુ ગરમીવાળું શહેર નોંધાયું છે બીજા જિલ્લાઓની વાત કરવામાં આવે તો અમદાવાદ 42.4 ડિગ્રી, સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે