સુરતની (Surat) નવી સિવિલ હોસ્પિટલમાં ઓ.પી.ડીમાં સારવાર માટે આવેલો એક દર્દી બાથરૂમમાં ગયો હતો, ત્યારે કર્મચારીઓ તાળું મારીને જતા રહ્યા હતા.
સુરત (Surat) ખાતે રહેતા 28 વર્ષીય રસુલ સૈયદ વ્યસન મુક્તિ માટે નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગની ઓ.પી.ડીમાં આવ્યો હતો. બપોરના એક વાગ્યાની આસપાર ઓ.પી.ડીમાં બાથરૂમમાં ગયો હતો.
બાથરૂમ માંથી બહાર નીકળ્યો ત્યારે ઓ.પી.ડીમાં ડોકટર, સ્ટાફ, અન્ય દર્દી ન દેખાતા ઓ.પી.ડીના મેઇન ગેટ માંથી બહાર નીકળવા ગયો ત્યારે મેઇન દરવાજા ગ્રીનને તાળું મારેલુ જોઇને ગભરાઇ ગયો હતો, અને બહાર નીકળી ન સકતા બુમો પાડવા લાગ્યો હતો.
મહિલા સિક્યુરીટી ગાર્ડ દર્દીનો અવાજ સાંભળતા ત્યાં દોડી આવી હતી. બાદમાં ત્યાંથી પસાર થતા એક વ્યકિતએ સિવિલના ઇન્ચાર્જ આર.એમ.ઓ ઓમકાર ચૌધરીને આ અંગે જાણ કરી હતી. જેથી તેમણે ત્યાં એક કર્મચારીને મોકલ્યો હતો. ચાવી લઇને આવે ત્યાં સુધીમાં દરવાજાની અંદર ફસાયેલા દર્દીને પાણી પીવડાવ્યુ અને ચા આપી હતી. બાદ દરવાજાનું લોક ખોલતા તે અંદાજીત એકાદ કલાકે બહાર આવતા રાહતનો શ્વાસ લીધો હતો.
જોકે કર્મચારીની આવી હરકતને લઈને હોસ્પિટલમાં ફરી એક વખત વિવાદ ઉભો થયો છે અને કર્મચારીઓની બેદરકારી માટે પણ ચર્ચા ઊભી થઈ છે.
આ પણ વાંચો: સોમવારે અમદાવાદનું તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા: હવામાન વિભાગ