ગુજરાતની સ્થાપના જેના હસ્તે થઈ તે ‘રવિશંકર મહારાજ’ને નવી પેઢી વીસરી ગઈ

| Updated: May 1, 2022 1:16 pm

ગુજરાતનું ઉદઘાટન કરનાર ખેડા જિલ્લાના ‘રવિશંકર મહારાજ’ માત્ર એક સમય ખીચડી ખાઈને સેવા કરવા નીકળી જતા

આજે સમગ્ર ગુજરાત પોતાનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે ત્યારે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરનાર રવિશંકર વ્યાસ- મહારાજ એક ટાઇમ ખીચડી ખાઈને લોકોની સેવા કરવા નીકળી જતા તેમણે નવી પેઢી વીસરી ગઈ છે. જે રાજ્યના વતની હોવાનો ગર્વ લેતી યુવા પેઢીને મહારાજનું નામ પણ યાદ નથી અને એમના કામ પણ યાદ નથી.

ખેડા જિલ્લાની ક્રાંતિકારી ભૂમિ પર આ દેશને સેવા આપનાર મહાનુભાવો થઈ ગયા જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, રવિશંકર મહારાજ, ઇન્દુલાલ યાજ્ઞિક જેવા અનેક મહાન પુરુષોથી થઈ ગયા જેમણ રાજ્ય અને દેશને યોગદાન આપ્યું છે

આજે 1 લી મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ, 1960માં દિવસે મુંબઈ માંથી ગુજરાત રાજ્ય તરીકે સ્થાપના થઈ. વર્ષ 2022 માં એટલે કે આજના દિવસે 62મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આ ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકે દરજ્જો આપવામાં સિંહફાળો આપનાર એવા મૂકસેવક અને કરોડપતિ ભિખારી એવા ઉપનામો ધરાવતા રવિશંકર મહારાજને (Ravi Shankar)લોકોએ યાદ કરવા જોઈએ.

રવિશંકર મહારાજ (Ravi Shankar)તરીકે ખ્યાતનામ રવિશંકર વ્યાસનો જન્મ 25મી ફેબ્રુઆરી 1884માં ખેડા જિલ્લાના રઢુ ગામે‌ થયો હતો. તેમનું અવસાન પહેલી જુલાઈ 1984ના રોજ થયું હતું ત્યારે 24 વર્ષે તેઓનુ બોચાસણ ખાતે નિધન થયું હતું તેઓ 100 વર્ષ જીવ્યા હતા. મહારાજે પોતાનુ જીવન‌ દેશની સેવામાં હોમી દીધું હતું.

પૂજ્ય રવિશંકર મહારાજે(Ravi Shankar) વર્ષ 1980માં દારુબંધીને સફળ બનાવવા અપીલ કરી હતી. 1960મા અલગ રાજ્ય તરીકે મળેલા ગુજરાત રાજ્યની સ્થાપના તેમના હસ્તે થઈ ‌હતી. આ સિવાય ભૂદાન પ્રવાસમાં તેઓ વિનોબા ભાવે સાથે પગપાળા ચાલ્યા હતા.

ગુજરાત રાજ્યને અલગ રાજ્ય તરીકે દરજ્જો મળતા આ સમયે મૂકસેવક એવા રવિશંકર મહારાજે(Ravi Shankar) સંકલ્પ લેવડાવ્યા હતા. જેમાં પૂજ્ય રવિશંકર મહારાજે સંકલ્પ લેવડાવતા કહ્યું હતું કે પ્રભુ આપણને ગાંધીમાર્ગે રાજ્ય ચલાવવાની, ધનથી ગરીબ છતાં સંસ્કારથી ભગ્ય એવા ભારતના સેવકો થવાની શક્તિ અને સદબુદ્ધિ આપો તેમ સંકલ્પ લેવડાવ્યા હતા. આ બાદ એવી પ્રણાલી બંધાઈ હતી કે જે કોઈ રાજ્યના નવા મુખ્યમંત્રી બનેએ પહેલા પૂજ્ય રવિશંકર મહારાજના આશીર્વાદ લેવા સરસવણી ખાતે આવતા હતા.

મહારાજના(Ravi Shankar) વતનની વાત કરીએ તો તેમના વતન એવા મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામની તો આશરે 7 હજારથી વધુ વસ્તી જેમાં રવિ સ્મૃતિ સ્મારક તરીકે તેમનું મકાન આજે પણ સચવાયેલું છે. જેમાં પાણીયારુ સહિત દાદા જે પહેરવેશ પહેરતા હતા તે પહેરવેશ આજે પણ અહીયા સચવાયેલો છે. ગામમાં તેમના નામે પ્રાથમિક શાળા આવેલી છે જેમાં ગામના તથા આસપાસના વિસ્તારના ગામોના બાળકો અભ્યાસ કરી રહ્યા છે.

Hitesh Chavda

Your email address will not be published.