ખબર પાક્કી છે! તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છોડી આ નવા શોમાં શૈલેષ લોઢા કરશે કોમેડી, જાણો સંપૂર્ણ વિગતો

| Updated: May 17, 2022 6:34 pm

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં છેલ્લા 14 વર્ષથી તારક મહેતાની મુખ્ય ભૂમિકા ભજવનાર અભિનેતા અને કવિ શૈલેષ લોઢાએ(Shailesh Lodha) આ શોને અલવિદા કહી દીધું છે. છેલ્લા 1 મહિનાથી શૈલેષે આ શો માટે શૂટિંગ કર્યું નથી અને હવે એવા અહેવાલ છે કે શૈલેષે શોમાં પાછા નહીં આવવાનું મન બનાવી લીધું છે. હવે નવા સમાચાર એ છે કે શૈલેષે જૂનો શો છોડી દીધો છે એટલું જ નહીં, પોતાના નવા શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. હા, શૈલેષ લોઢા ફરી એકવાર ટીવી પર દર્શકોને હસાવતા જોવા મળશે. શૈલેષ લોઢા હવે SAB ટીવી છોડીને શેમારો ટીવી સાથે જોડાયા છે.

તારક મહેતાનું પાત્ર ભજવનાર કવિ અને અભિનેતા શૈલેષ લોઢા(Shailesh Lodha) હવે એક નવા શોમાં જોવા મળવાના છે, જેના માટે તેણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શો સાથે સંબંધિત સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ શો એક કોમેડી કવિ સંમેલન હશે, જેને શૈલેષ લોઢા (Shailesh Lodha)હોસ્ટ કરતા જોવા મળશે. શૈલેષનો આ નવો શો શેમારૂ ટીવી પર પ્રસારિત થશે. જો કે આ શોમાં કોઈ સ્પર્ધા નહીં હોય, પરંતુ દેશના ઘણા જાણીતા કવિઓ તેનો ભાગ બનશે. જો કે આ શોનું નામ શું હશે, તે હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ આ શો જૂનમાં શેમારો ટીવી પર ટેલિકાસ્ટ થશે.

તમને યાદ અપાવીએ કે આ પહેલા પણ શૈલેષે SAB ટીવી પર ‘વાહ વાહ ક્યા બાત હૈ’ નામના રમૂજી કવિ સંમેલન કોન્સેપ્ટ શોને હોસ્ટ કર્યો છે.

આ પણ વાંચો-‘ઝાંસી કી રાણી’ ફેમ કૃતિકા સેંગરે આપ્યો બાળકીને જન્મ, લગ્નના 7 વર્ષ બાદ નિકિતિન ધીરનું ઘર ગુંજી ઉઠ્યું

એવા અહેવાલો છે કે શૈલેષ લોઢા (Shailesh Lodha)’તારક મહેતા…’ના નિર્માતાઓ દ્વારા આપવામાં આવેલા તેના કોન્ટ્રાક્ટથી ખુશ ન હતા અને આ જ કારણ છે કે તેણે શો છોડવાનો નિર્ણય કર્યો. જણાવી દઈએ કે થોડા સમય પહેલા તારક મહેતાની પત્ની અંજલિ તારક મહેતાનું પાત્ર ભજવનાર અભિનેત્રી નેહા મહેતા, સોઢી બનેલા ગુરચરણ સિંહ, દિશા વાકાણીએ આ શોથી દૂરી બનાવી લીધી છે.

Your email address will not be published.