Site icon Vibes Of India

કોરોના પછી સ્વરોજગાર કરનારાઓના જીવનમાં પ્રાણ ફૂંકતી પીએમ સ્વનિધિ યોજના

કોરોનાના પગલે અનેક નાના ધંધાવાળાઓના કે સ્વરોજગાર કરનારાઓના ધંધા સાવ બેસી ગયા હતા તેમ પીએમ સ્વનિધિ યોજનાએ પ્રાણ ફૂંક્યો છે. આવા જ એક સ્વરોજગાર વિલાસભાઈ સૂર્યવંશીએ આ વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળને તો હેમખેમ કરી પાર પાડયો હતો. ધંધા-રોજગારની ઘીમી ઘીમી શરૂઆત થઇ હતી. પરંતુ મારી ટી- સ્ટોલનો આરંભ કરવા માટે રૂપિયા હાથમાં ન હતા. મારા ઘંઘા માટે મારી પાસે માત્ર ચા- ખાંડ, દૂઘ અને ગેસની બોટલ માટે માત્ર ૮ થી ૧૦ હજારની જરૂર હતી. આ રકમ આમ તો સામાન્ય છે, પણ કોરોના કાળ પછી કોણ ઉછીના આપે, તેવામાં ગાંધીનગર મહાનગરપાલિકા તરફથી પ્રઘાનમંત્રી સ્વનિધિ સહાયમાંથી મળેલ રૂપિયા ૧૦ હજારે મારી ટી-સ્ટોલ ઉભી કરી આપી.

જી.આર અને સી.આર.ની નગરની છબી ગાંધીનગર ઘરાવે છે. આ નગરના વિકાસ સાથે તેણે શૈક્ષણિક નગરની છાપ ઉભી કરી છે. આ નગરમાં આજે એક કિલોમીટર ચો.મી.માં આપને ચાની લારી ન મળે, તેવું કદાચ ન બને. આજે નગરજનોમાં મિત્રો સાથે મુલાકાત, ઘંઘાકીય ચર્ચા કે અન્ય વાતો કરવા માટે ચા સ્ટોલ હોટફેરવિટ બની રહ્યા છે.
આજથી ૩૩ વર્ષ અગાઉ આવા જ સપનાઓની પોટલી બાંધી મહારાષ્ટ્રથી ગાંધીનગર કામ ધંધાની ખોજમાં વિલાસભાઇ સૂર્યવંશી ઉર્ફે ભાઉ,ગાંધીનગરમાં આવ્યા હતા. તેમણે સેકટર ૬ના કડીયા નાકે ચા સ્ટોલની શરૂઆત કરી હતી. આજથી ૩૩ વર્ષ પહેલાં આ વિસ્તાર આટલો ધમધમતો ન હતો, પણ વળી ત્રણ જણાનુ ભરણપોષણ થાય એટલુ મળી રહેતુ. એ વખતે બીજા રાજ્યમાંથી આવેલા હોવાથી અહીં કોઈ સહારો કે ઓળખ ન હતી. ધીમે ધીમે એમના મળતાવળા અને હસમુખા સ્વભાવથી તેઓએ તેમની ઓળખ ભાઉ-ચાવાળા તરીકે ઉભી કરી છે.

તેમણે તેમના બે દીકરાને પણ આજ ધંધામાં મહેનત કરીને ભણાવ્યા. મોટો દિકરો જીવન ભણવામાં નબળો હોવાથી પોતાના પિતા સાથે ચા સ્ટોલ પર મદદ કરે છે. જ્યારે નાનો દીકરો અજય સાયન્સ ગ્રેજ્યુએટ થઇ ગયો છે. હાલમાં સરકારી કર્મયોગી બનવા માટે સ્પર્ઘાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.

કોરોનાકાળ વખતે તેમના ધંધા સાવ બંધ થઈ ગયા હતા. પરિસ્થિતિ કફોડી બની ગઈ હતી. વિલાસભાઇ જણાવે છે કે,ત્રણ મહિના જેમ તેમ ઉધાર ઉછીના કર્યા અને તેમની પત્નીની બચતમાંથી ઘર ચલાવ્યું હતું. ધંધા ધીમે- ધીમે ચાલુ થવા લાગ્યા પણ તેમની પાસે ટી- સ્ટોલ ફરી ચાલુ કરવા હવે રૂપિયા ન હતા. આ સમયે એમના નાના દીકરાને સરકારની સ્વનિધી યોજના અંગેની માહિતી મળી. આ યોજના થકી તેમને ખૂબ જ સરળતાથી ગાંધીનગર મહાનગરપાલિકામાં ફોર્મ ભરીને રૂપિયા ૧૦ હજારની સહાય મળી હતી. આ સહાય થકી જે સ્વપ્ન પુરૂ કરવા વર્ષોથી તેઓ આ નગરમાં મહેનત કરતાં હતા તે સ્વપ્નને પૂર્ણ કરવા સરકારે તેમનો હાથ પકડયો.

સરકારે આપેલ આ નાની સહાયથી અમારા જેવા પરિવારને જીવન જીવવાનું બળ મળ્યું છે. કોરોનાકાળમાં પડી ભાંગેલા મારા જેવા અનેક નાના ઘંઘા- રોજગાર કરતાં લોકોને પ્રઘાનમંત્રી સ્વનિઘિ યોજનાએ વ્યાજખોરોના ચુંગલમાં જતા અટકાવ્યા છે.

આ પણ વાંચો: સામાજિક સુરક્ષાની ચાર યોજનાના 13 હજાર જેટલા લાભાર્થીઓને આવરી લેવાની અનોખી સિદ્ધિ