ખેડુતોને જાણે આભ તૂટી પડયું હોય તેમ એક પછી એક સમસ્યાઓ આવી રહી છે. એક બાજુ વાતવરણના અને આબોહવાના કોઇ જ ઠેકાણા નથી તેમાં પણ ખેડુતો પાકને સાચવીને પાકને ઉછેરે છે પરંતુ પાકને વેચવાનો સમય આવે ત્યારે પાકનો ભાવ મળતો નથી જેના કારણે ખેડુતોને(farmers) રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

ડૂંગળીનું વાવેતર કરનાર ખેડુતોને હાલ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે ડુંગળીના બજાર ભાવ તળીયે જતા ખેડૂત મુશ્કેલીમાં મુકાયા છે. ડુંગળીની ઉપજ કરવામાં જેટલો ખર્ચ થયો તેની અડધી કિંમત પણ નથી મળતી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

આજે ખેડુતો(farmers) દ્રારા માંગ કરવામાં આવી છે કે ડુંગળીના ભાવમાં વધારો કરવામાં આવે જેના કારણે હવે તેમની મહેનત તેમના પર ના પડે અને કઇક ફાયદો મળે
દર વર્ષના ડુંગળીને વેચવાના સમયે ભાવમાં ધટાડો થઇ જાય છે અને જેના કારણે ખેડૂતોના હાથમાં કઇ આવતું નથી.એક બાજુ કુદરતનો માર છે તો બીજી બાજુ સરકાર માર મારી રહી હોય તેવુ જોવા મળી રહ્યું છે.