લીંબુના ભાવ દાંત ખાટા કરી દે તેવા, જાણો નવો ભાવ

| Updated: April 7, 2022 12:23 pm

મોંધવારીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે અને તેની સાથે શાકભાજીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ઉનાળો આવાની સાથે લીબુંના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

લીંબુમાં દાંત ખાટા કરી દે તેવા ભાવ વઘી રહ્યો છે.નવા નવા રેકોર્ડ બની રહ્યા છે અને જેને લઇને લોકો હેરાન થઇ રહ્યા છે.

રાજકોટમાં 20 કિલો લિંબુના ભાવ 4000 થયા છે અને આ રેકોર્ડ તોડયો કહી શકાય આજ સુધી આટલા ભાવ બોલાયા નથી.

છૂટક બજારમાં રૂ. 300ના કિલોએ પહોચી ગયા છે અને ઉચ્ચ ક્વોલિટીના લીંબુ સૌરાષ્ટ્રમાં અમરેલી સહિતના સ્થળે તો કિલોના રૂ. 350ને આંબી પહોંચી ગયા છે.આ કારણે ગરમીમાં પણ લીબું પીતા પહેલા વિચારવું પડે તેમ છે.ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો 2021ના ઉનાળામાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં લીંબુની દૈનિક સરેરાશ 140 ક્વિન્ટલની આવક જોવા મળી હતી.

એક વિચારવા જેવી બાબત એ છે કે લીંબુના ભાવમાં 25 ટકાનો વધારો જોવા મળ્યો છે. 127 ક્વિ.ની આવક સાથે રૂ. 3000-4000ના ભાવ પહોંચ્યા જોવા મળ્યા હતા.

પહેલાની જો વાત કરવામાં આવે તો મહિલાઓ કિલોના ભાવથી ખરીદી કરતી જોવા મળતી હતી પરંતુ ભાવ વધારો થયા બાદ મહિલાઓ છુટક લેવાનું પસંદ કરે છે.

ઉનાળો આવતાની સાથે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે કેમકે ઉનાળામાં લીબુંનો વઘારે માત્રામાં ઉપયોગ કરવામાં આવે છે.હાલ તો મહિલાઓનું બજેટ ખોરવાયું જોવા મળી રહ્યું છે.જેટલી માંગ છે તે પ્રમાણમાં લીબુંનો જથ્થો માર્કટમાં આવતો નથી જેના કારણે અછત જોવા મળી રહી છે અને ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.સામાન્ય જનતા આ મોંઘવારીમાં પિલાઇ રહી છે.

Your email address will not be published.