અમદાવાદમાં આગ આંકતી ગરમી, અમરેલીમાં ભરઉનાળે ચોમાસુ

| Updated: May 2, 2022 6:06 pm

ગુજરાતમાં હાલ અમૂક વિસ્તારમાં હાલ ધગધગતી ગરમી તો અમૂક વિસ્તારોમાં કમોસમી વરસાદ(monsoon in Amreli) પડી રહ્યો છે જેના કારણે હવે લોકો હેરાન થઇ રહ્યા છે કેમકે અચાનક વાતવરણ બદલાવાના કારણે બિમારીમાં પણ વધારો જોવા મળી રહ્યો છે

હવામાન વિભાગ દ્રારા આગાહી કરવામાં આવી છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદ (monsoon in Amreli)પડી શકે છે.આ સાથે માવઠાની શરૂઆત થઇ ચુકી છે અમરેલીના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો હોવાની માહિતી મળી રહી છે .

આ સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ભારે પવન અને માવઠુ(monsoon in Amreli) થાય તેવી હવામાન વિભાગ દ્રારા આગાહી કરાઇ છે આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડયું હોવાની વાત સામે આવી છે ઉલ્લેખનિય છે કે ધણા વર્ષો પછી ગુજરાતમાં ગરમીનો રેકોર્ડ તોડ્યો છે અને આ ગરમીએ છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડયો છે.

ગરમી વચ્ચે સાવરકુંડલાના કેટલાક ગામોમાં મીની વાવાઝોડુ(monsoon in Amreli) ફુંકાયું છે. ત્યારબાદ આદસંગ, થોરડી, ઘનશ્યામનગર જેવા ગામોમાં ભારે પવન સાથે વરસાદી ઝાપટું પડ્યું છે.

સાવરકુંડલાના ભાણીયા,નાનુડી ધુડિયા આગરિયા, મોટા આગરીયા, નવા આગરિયા ગામોમાં વરસાદ પડી રહ્યો છે ભર ઉનાળામાં ચોમાસા જેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે

આ પણ વાંચો-બાળકની દેશભક્તિથી પ્રભાવિત PM મોદીનો વિડિયો અક્ષય કુમારે શેર કરીને કર્યા જોરદાર વખાણ

આ વરસાદના(monsoon in Amreli) કારણે ખાસ કરીને ખેડૂતોના પાકને નુકશાની થવાની પુરી શક્યતાઓ જોવા મળી રહી છે કેમકે આ સમય દરમિયાન ઉનાળું પાક કાઢવાનો સમય છે અને આ પાકને ભારે નુકશાની કરી શકે છે.મોસમ વગરનો વગરનો વરસાદ ખેડૂતોને હેરાન કરી રહ્યો છે.

તાપમાનની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં 44 ડિગ્રીએ પહોંચી ગયું હતું અને બીજી બાજુ અમરેલીમાં જાણે ચોમાસુ આવ્યું એવો વરસાદ પડી રહ્યો છે.કેરીના પાકને પણ ભારે નુકશાની થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે

Your email address will not be published.