શુક્રવારે રાજ્ય અને નાગરિક સત્તાવાળાઓને બાપુનગરના મોરારજી ચોક ખાતે જ્યાં ઘરો, પોલીસ ક્વાર્ટર્સ અને કામચલાઉ બેરેક બાંધવાની યોજના બનાવી હતી ત્યાં સુપ્રીમકોર્ટે (supreme court) યથાસ્થિતિ જાળવવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટની (supreme court) જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ ક્રિષ્ના મુરારીની બેન્ચે ત્યાં કોઈપણ બાંધકામ કરવા પર અસ્થાયી રૂપે રોક લગાવી હતી.
બાપુનગર મોરારજી ચોક હિતરક્ષક સમિતિ દ્વારા દાખલ કરવામાં આવી હતી. જેની જાહેર હિતની અરજી માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી હતી. હાઈકોર્ટે 2015થી બાંધકામ પર રોક લગાવી દીધી હતી.
આ પણ વાંચો: રાષ્ટ્રપતિએ ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે રાજીવ કુમારની નિમણૂક કરી
ગુજરાત હાઉસિંગ બોર્ડ (GHB) એ જમીન પર મકાનો બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધર્યો ત્યારે સમિતિએ 2015માં PIL દાખલ કરી હતી. હાઈકોર્ટે પીઆઈએલને એમ કહીને ફગાવી દીધી હતી કે જમીનગુજરાત હાઉસિંગ બોર્ડ ની છે અને તેના આંતરિક આયોજનમાં તેને રમતના મેદાન તરીકે નિર્ધારિત કરવામાં આવી હતી, જે મ્યુનિસિપલ બોડીના રેકોર્ડમાં પણ ભૂલથી દાખલ થઈ હતી. જો કે, ભૂલ સુધારવામાં આવી હતી અને ગુજરાત હાઉસિંગ બોર્ડ એ જમીન પર મકાનો બનાવવાનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.
શહેર પોલીસ કમિશનરે ગુજરાત હાઉસિંગ બોર્ડને પોલીસ ક્વાર્ટર્સ, હંગામી બેરેક અને પરેડ ગ્રાઉન્ડના બાંધકામ માટે જમીન ફાળવવા વિનંતી કરી હતી. જીએચબીએ વિનંતી સ્વીકારી અને પોલીસ વિભાગ માટે સુવિધાઓ ઊભી કરવાનું કામ હાથ ધર્યું હતું. પીઆઈએલને ફગાવી દીધા પછી, હાઈકોર્ટે બાંધકામ પર છ અઠવાડિયા માટેની રોક લગાવી હતી.