સુપ્રીમ કોર્ટે કોલેજના શિક્ષકોની નિવૃત્તિ વયમર્યાદા વધારી 65 વર્ષ કરવાની અરજી ફગાવી

| Updated: August 3, 2022 1:23 pm

યુજીસીએ (#UGC) 2010માં કરેલી ભલામણોના આધારે (ડો. જે. વિજયન અને અન્યો વિ. કેરળ રાજ્ય અને અન્યો) કેરળ (#Keral) માં શિક્ષકોની નિવૃત્તિ વયમર્યાદા 65 વર્ષની કરવાની અરજી સુપ્રીમ કોર્ટે (# Supreme court) ફગાવી દીધી છે. ન્યાયાધીશ ઇન્દિરા બેનરજી અને ન્યાયાધીશ જે.કે. મહેશ્વરીની બેન્ચે કેરળ હાઇકોર્ટના (#Keral High Court) તે ચુકાદાને સમર્થન આપ્યું છે કે નિવૃત્તિ વયમર્યાદા નક્કી કરવી તે રાજ્ય સરકારનો નીતિવિષયક અધિકાર છે અને બંધારણના આર્ટિકલ 309 હેઠળ યુજીસીની ભલામણો રાજ્યના નીતિવિષયક અધિકારને અતિક્રમી જઈ શકે નહી.

અરજદારોએ આ અરજી માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન રેગ્યુલેશન્સ 2010ના (યુનિવર્સિટી અને કોલેજોમાં શિક્ષકોની અને શૈક્ષણિક સ્ટાફની ભરતીના લઘુત્તમ માપદંડ તથા ઉચ્ચ શિક્ષણનું ધારાધોરણ જાળવી રાખવાના અન્ય પગલા) પર આધાર રાખ્યો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: મહિલાએ ઇસ્કોન બ્રિજ પરથી પડતું મૂકી આત્મહત્યા કરી; સાસરિયાના ત્રાસનો આક્ષેપ

કેરળે 2010માં પગારધોરણને લગતા યુજીસીના ધારાધોરણો સ્વીકાર્યા હતા પણ તેણે યુજીસીની ભલામણ મુજબ નિવૃત્તિ વયમર્યાદા વધારીને 65 કરી ન હતી. આ પશ્ચાદભૂમિમાં અરજદારોએ કેરળ હાઇકોર્ટમાં નિવૃત્તિ વયમર્યાદા વધારીને 65 વર્ષ કરવા વિનંતી કરી હતી. આ અરજીને પહેલા તો સિંગલ બેન્ચ ન્યાયાધીશે ફગાવી દીધી હતી અને તેના પછી ડિવિઝન બેન્ચે ફગાવી દીધી હતી

તેના પછી અરજદારોએ યુજીસી એક્ટ અને યુજીસી નિયંત્રણો  સંસદે યુનિયન લિસ્ટ 66 મુજબ બંધારણના સાતમાં શેડ્યુલના આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આ મુજબ ઉચ્ચ શિક્ષણ અને રિસર્ચ વગેરેના સંકલન અને ધારાધોરણો નક્કી કરવાનો વગેરેનો સમાવેશ થાય છે. તેમની દલીલ હતી કે યુજીસી દ્વારા નિર્ધારિત યુજીસી દ્વારા નિર્ધારિત કરવામાં આવેલું પે રિવિઝન કમિશન શિક્ષકોનો પે સ્કેલ, તેની પાત્રતા, સર્વિસ, કામકાની સ્થિતિ અને યુનિવર્સિટી તથા કોલેજોમાં શિક્ષકોનું પ્રમોશન માટેની ભલામણ કરે છે, તેણે અધ્યાપકોની નિવૃત્તિ માટે 65 વર્ષની વયમર્યાદાની ભલામણ કરી છે.

રાજ્ય સરકારના વકીલ જયદીપ ગુપ્તાએ જણાવ્યું હતું કે માનવ સંસાધન વિકાસ મંત્રાલયે 14 ઓગસ્ટ 2012ના અહેવાલમાં સ્પષ્ટતા કરી હતી કે યુજીસી દ્વારા નિવૃત્તિ વયમર્યાદા વધારવા અંગે કરવામાં આવેલી ભલામણ પડતી મૂકવામાં આવી છે અને આ મુદ્દો રાજ્ય સરકારોની નીતિવિષયક બાબતો તરીકે તેના પર છોડી દેવાયો છે. તેમણે વધુમાં નિર્દેશ કર્યો તો કે કોલેજના શૈક્ષણિક સ્ટાફની નિવૃત્તિ વયમર્યાદા વધારવાની અગાઉની અરજી પણ સુપ્રીમ કોર્ટે જગદીશ પ્રસાદ શર્મા અને અન્યો વિ. બિહાર રાજ્ય તથા અન્યો સામેના કેસમાં નકારી કાઢી હતી. રાજ્ય સરકારે વધુમાં જણાવ્યું હતું કે યુજીસીની પે સ્કેલમાં વૃદ્ધિની ભલામણને સ્વીકારવાને નિવૃત્તિ વયમર્યાદા વધારવા સાથે કોઈ સંબંધ નથી. તેઓ કોઈપણ રીતે પે સ્કેલ અગેનો નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે, તેના માટે તેમને યુજીસીની માર્ગદર્શિકાની જરૂર નથી.

Your email address will not be published.