ગુજરાતના પાટનગરમાં સતત વધતા જતા કોરોનાના કેસથી તંત્ર ચિંતામાં

| Updated: January 6, 2022 9:05 pm

ગાંધીનગરમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં વાઈબ્રન્ટ સમિટની તૈયારીઓ પુરજોશમાં થઈ રહી હતી પરંતુ સમગ્ર ગુજરાત અને ગાંધીનગર શહેરી વિસ્તારમાં કેસમાં ચિંતાજનક રીતે ઉછાળો જોવા મળતા વાયબ્રન્ટ મોકુફ રાખવામાં આવી છે જોકે ગાંધીનગરના શહેરી વિસ્તારમાં છેલ્લા 24 કલાક દરમ્યાન 59 જેટલા કેસ કોર્પોરેશનમાં નોંધાયા છે. ઓમિક્રોન અને કોરોનામાં પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં તોતીંગ વધારો જોવા મળી રહ્યો છે જેનાથી તંત્રમાં પણ ચિંતા પ્રસરી છે. આ ઉપરાંત જે પણ ઉચ્ચ અધિકારીઓ જે તે, સેક્ટરોમાં રહે છે ત્યા પણ કોરોનાનુ સંક્રમણ દિવસે દિવસે વધારે ફેલાઈ રહ્યું છે.

જોકે, વધતા જતા કેસોને લઈ રાજ્ય સરકારે વાઈબ્રન્ટ સમિટી પણ મોકુફ રાખવાનો નિર્ણય કરી દીધો છે. તેમજ વધતા જતા કેસને લઈને આરોગ્ય તંત્રની સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ અને સરકારી નેતાઓ પણ ચિંતીત બન્યા છે. વાઈબ્રન્ટના કાર્યક્રમનું પ્રિઈવેન્ટ્સમાં ભાગ લઈને વીઆઈપી સેક્ટરમા રહેતા સરકારી અધિકારીઓ પણ કોરોના સંક્રમિત થતા સેક્ટર 19, 9, 8, 1 અને સે-2માંથી કેસ વધતા અધિકારીઓ ઘરની બહાર નીકળી શકતા નથી તેવી પરિસ્થિતિ પણ ગાંધીનગર ખાતે સર્જાઈ છે. આ ઉપરાંત સંભવીત ત્રીજી વેવના સૌથી વધુ 59 જેટલા કેસ કોર્પોરેશનના ચોપડે નોંધાયા છે.

બુધવારે અને ગુરુવારે નોંધાયેલા 59 જેટલા કેસમાં રાયસણ, સરગાસણ, કુડાસણ, રાંદેસણ, રાંધેજા, પેથાપુર, ઝુંડાલ જેવા વિસ્તારમાંથી દર્દીઓમાં સંક્રમણ ફેલાયુ હોય તેવુ સામે આવ્યુ છે. આ ઉપરાંત સેક્ટર 5 અને 6માંથી પણ કોરોનાના કેસ નોંધાયા છે. આ ઉપરાંત કોરોના સંક્રમિત બાળકીને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવી હતી. જેમાં તેના પરિવારના ત્રણ સભ્યોને પણ હોમ ક્વોરેન્ટાઈન રહેવા સલાહ આપવામાં આવી છે. સમગ્ર રાજ્યમાં ચિતાજનક રીતે વધી રહેલા કોરોનાના કેસમાં ત્રીજી વેવની આશંકા સેવાતા રાજ્ય સરકારે આજે જ તમામ રાજકીય ઈવેન્ટને બંધ કરવાનો પણ સરાહનીય નિર્ણય લીધો છે.

Your email address will not be published.