અમદાવાદમાં આજે તાપમાન  43.5 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા

| Updated: May 20, 2022 8:44 am

અમદાવાદ (Ahmedabad) શહેર 43.5 ડિગ્રી સાથે ગુજરાતનું બીજુ સૌથી ગરમ શહેર હતું.  શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ અને લઘુત્તમ તાપમાન 28.2 ડિગ્રી પર સામાન્ય કરતાં 1.1 ડિગ્રી વધુ હતું.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે મહત્તમ તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય, ત્યારપછીના ત્રણ દિવસ દરમિયાન આ ક્ષેત્રમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે.

ગુરુવારે 10 શહેરો અને નગરોમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું. રાજ્યની રાજધાની ગાંધીનગરમાં 43 ડિગ્રી, જ્યારે કંડલા અને રાજકોટમાં અનુક્રમે 43.1 અને 42.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હીટસ્ટ્રોકની શક્યતાઓ ઘટાડવા માટે શહેર-સ્થિત ચિકિત્સકોએ બપોરે બહાર નીકળતી વખતે નિયમિત પ્રવાહી લેવા અને માથું ઢાંકવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: મરતા મરી જઈશ, પણ કદી રાજકારણમાં નહીં જાઉ: પલટીબાજ હાર્દિક

Your email address will not be published.