શાનદાર પંડ્યા, સાહા અને હાર્દિકની પાર્ટરનશિપ, કોલકાતાને જીતવા 157 રનનો ટાર્ગેટ

| Updated: April 23, 2022 5:40 pm

આઈપીએલની આજની મેચમાં હાર્દિક પંડ્યા અને સાહાએ શાનદાર પાર્ટનરશિપ કરી હતી. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેઓએ 20 ઓવરમાં 156 રન કર્યા હતા. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિઝનની ત્રીજો અર્ધશતક કર્યો હતો.

હાર્દિક પંડ્યાએ ટૂર્નામેન્ટમાં સતત ત્રીજી ફિફ્ટી ફટકારી પ્લેઈંગ ઈલેવનમાં શાનદાર કમબેક કર્યું. તેણે 36 બોલમાં પોતાની 50 રન પુરા કર્યા હતા. આ સાથે હાર્દિકે IPL કારકિર્દીની 7મી ફિફ્ટી ફટકારી છે. જોકે ત્યારપછી હાર્દિક 49 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકારી 67 રન કરી આઉટ થઈ ગયો હતો.

પહેલી 6 ઓવરમાં ગુજરાતનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ટીમે આ દરમિયાન ગિલની વિકેટ ગુમાવ્યા પછી પણ શાનદાર બેટિંગ કરી હતી. જેમાં જોવા જઈએ તો હાર્દિક પંડ્યા નંબર-3 પર આવતા અલગ પ્લાન જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે પાવરપ્લે સુધી ગુજરાતનો સ્કોર 47 રન હતો. જેમાં ટીમે કુલ 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

બંને ટીમની પ્લેઇંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સઃ વેંકટેશ અય્યર, સુનીલ નરેન, શ્રેયસ અય્યર, નીતીશ રાણા, સેમ બિલિંગ્સ, રિંકૂ સિંહ, આંદ્રે રસેલ, ટિમ સાઉથી, શિવમ માવી, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી

ગુજરાત ટાઈટન્સઃ શુભમિન ગિલ, ઋિદ્ધિમાન સાહા, હાર્દિક પંડ્યા, અભિનવ મનોહર, ડેવિડ મિલર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, યશ દયાળ, અલ્ઝારી જોસેફ, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી

Your email address will not be published.