ગુજરાતમાં બુલેટ ટ્રેનનું ટ્રાયલ પ્રતિ કલાક 350 કિ.મી.ની ઝડપે થશે

| Updated: April 15, 2022 3:38 pm

ભરુચઃ ગુજરાતમાં બુલેટ ટ્રેનનું ટ્રાયલ પ્રતિ કલાક 350 કિ.મી.ની ઝડપે થશે. સામાન્ય રીતે આ ઝડપ એરોપ્લેનની ટેક-ઓફ સ્પીડ હોય છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. આ પ્રકારનું પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં બિલિમોરા અને સુરત વચ્ચે 2026માં થશે. તેના પછી આ પ્રકારનું ટ્રાયલ બીજા સેકશન્સમાં થશે, એમ તેઓએ જણાવ્યું હતું.

જો કે ટ્રેનની નિયમિત સ્પીડ તો પ્રતિ કલાક 320 કિ.મી.ની રહેશે. આમ પ્રવાસીઓ માટે આ ક્રાંતિકારી અનુભવ રહેશે. બુલેટ ટ્રેનમાં ચેક-ઇન ટાઇમ ઓછો હશે. વધારે લેગ સ્પેસ હશે અને સૌથી વધારે સારી વસ્તુ તે હશે કે તે રસ્તાના બધા સ્ટેશનોને કનેક્ટિવિટી પૂરી પાડશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ટ્રેન માટેના ખાસ ટ્રેક હશે, તેને સ્લેબ ટ્રેક સિસ્ટમ કહેવાય છે. લોકપ્રિય રીતે તે ટ્રેકના બાંધકામ માટેની એચએસઆર ટેકનોલોજી કહેવાય છે. ટ્રેન પ્રતિ કલાક 350 કિ.મી.ની ઝડપે ચલાવીને ટ્રેકની મજબૂતાઈ ચકાસી જોવાશે. આમ ટ્રેનની આ સર્વિસ પ્લેનના ઇકોનોમી ક્લાસની સમકક્ષ પહોંચી જશે. તેની સાથે તેની ફ્રી-લગેજ લિમિટ પણ વધારે હશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક હોવાથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની ગતિ વધારવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જાપાન પાસેથી મળેલી ડિઝાઇનનો ઉપયોગ કરીને બાંધકામ ફુલ સ્પામ લોન્ચિંગ મેથડ (એફએલએસએમ) દ્વારા કરવામાં આવી રહ્યું છે. એફએલએસએમ વિશ્વમાં પુલના બાંધકામ માટેની અત્યાધુનિક અને સોફિસ્ટિકેટેડ ટેકનોલોજીમાં એક છે. એનએચઆરસીએલ (નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ) હાલમાં પ્રતિ સુરત અને બિલિમોરાની વચ્ચે પ્રતિ માસ 200થી 250 પિલર બનાવી રહ્યું છે.

ગુજરાતમાં બુલેટ ટ્રેનના 352 કિલોમીટરના ટ્રેક માટેના બધા સિવિલિયન કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા છે. જ્યારે ગુજરાતમાં ટ્રેકની કામગીરીમાં 237 કિલોમીટરના ટ્રેકની કામગીરી કોન્ટ્રાક્ટરોને આપી દેવાઈ છે. જ્યારે બાકીના 115 કિલોમીટરના ટ્રેકની કામગીરી ટૂંક સમયમાં આપવામાં આવશે.

ગુજરાતમાં કુલ 352 કિ.મી.ના ડિટેઇલ્ડ જિયોટેકનિકલ ઇન્વેસ્ટિગેશન વર્કમાં 330 કિ.મી.નું કામ પૂરુ થઈ ગયું છે. આ જીટીઆઇના આધારે 165 કિ.મી.નું ગુડ-ફોર-કન્સ્ટ્રકશન ડ્રોઇંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વાપીથી લઈને સાબરમતી સુધીના આઠ હાઇ-સ્પીડ રેલવે સ્ટેશનોનું બાંધકામ ચાલુ છે. સાબરમતી ખાતે ઇન્ટિગ્રેટેડ એચએસઆર, મેટ્રો, બીઆરટીએસ અને બે ભારતીય રેલવે સ્ટેશનોનું કામ આ વર્ષે ઓગસ્ટમાં પૂરુ થઈ જાય તેમ મનાય છે.

બુલેટ ટ્રેનના કોરિડોરની કુલ લેન્થ 508.17 કિ.મી. છે. આ ટ્રેન અમદાવાદથી મુંબઇ વચ્ચેનું અંતર ત્રણ કલાકથી પણ ઓછા સમયમાં એટલે કે 2.58 કલાકમાં કાપશે. તેમા ગુજરાતના આઠ અને મહારાષ્ટ્રના ચાર સ્ટેશનોને આવરી લેવાશે.

Your email address will not be published.