“તમંચે પે ડીસ્કો” : દ્રારકા લગ્ન પ્રસંગમાં ફાયરીંગનો વિડીયો વાયરલ

| Updated: January 24, 2022 6:33 pm

દ્રારકા જીલ્લામાં યોજાયેલા એક લગ્ન પ્રસંગમાં ફાયરીંગ firing video કરાયો હોવાનો વિડીયો સોશિયલ મિડીયા પર ખુબ જ વાયરલ થયો છે, લગ્ન પ્રસંગ દરમ્યાન તલવારબાજીની સાથે-સાથે કેટલાક યુવાનો ફાયરીંગ firing video કરતા પણ નજરી પડીય રહ્યા છે, જો કે આ અંગે હજી સુધી કોઇ જ ફરિયાદ નોંધાવા પામી નથી. પોલીસે વાયરલ વિડીયોની તપાસ શરૂ કરી હોવાની જાણવા મળી રહ્યું છે. આ અંગે સ્થાનિક લોકો વિડીયો ખંભાળીયાનો હોવાનું કહી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો કેનેડામાં મોતને ભેટેલા પટેલ પરિવારની કેનેડામાં પ્રાર્થના સભા યોજાઈ

વિગતો એવી છે કે છેલ્લા બે દિવસથી દ્રારકા જીલ્લામાં યોજાયેલા એક લગ્ન પ્રસંગ દરમ્યાન ફાયરીંગનો firing video વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોમાં બે વ્યકિતઓ તલવારબાજી અને દાંડીયા રાસ દરમ્યાન ફાયરીંગ કરતા નજરે પડે છે, વિડીયોમાં બે શખ્સો ત્રણ જેટલા રાઉન્ડ ગોળીબાર કરતા હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. આ વાયરલ વિડીયો હાલમાં ખંભાળીયાનો હોવાનું લોકો કહી રહ્યા છે.

દ્રારકામાં છેલ્લા બે દિવસથી એક ફાયરીંગનો firing video વિડીયો તમામ સોશિયલ મિડીયામાં ફરી રહ્યો છે, વિડિયો માં બે વ્યકિતઓ દાંડિયા રાસ દરમ્યાન ફાયરિંગ કરતા નજરે પડે છે. નોંધનીય છે કે લગ્ન પ્રસંગમાં ફાયરિંગ કરવાની ફેશન થઈ ગઈ હોઈ તેમ અવાર- નવાર આ રીતે વિડ્યો વાઇરલ થતો હોય છે. ફાયરીંગ firing video દરમ્યાન કોઇ અકસ્માત થાય તો તેના માટે જવાબદાર કોણ તે એક મોટો પ્રશ્ન છે. ત્યારે આવા લોકો સામે તાત્કાલિક પગલાં ભરવાની પણ માંગ ઉઠી છે. વાયરલ વિડીયો સમગ્ર પથંકમાં ચકચાર મચાવી છે, વાયરલ વિડીયોને પગલે લોકોમાં અનેક ચર્ચાઓ પણ થઇ રહી છે, બે થી ત્રણ શખ્સો લગ્ન પ્રસંગમાં ઘડાઘડ ગોળીબાર કરી રહ્યા હોવાનો વિડીયો વાયરલ થતાં પોલીસ પણ ચોકીં ઉઠી છે, હાલમાં પોલીસે ગુપ્ત રાહે તપાસ પણ શરૂ કરી દીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે દ્રારકાની આસપાસના કેટલાક ગ્રામજનોની પુછપરછ પણ કરી હોવાનું સુત્રો કહી રહ્યા છે, આ અંગે જાણવા દ્રારકા પોલીસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ દ્રારકા પોલીસે હાલમાં કંઇ પણ કહેવાનો ઇન્કાર કર્યો હતો.

Your email address will not be published.