દુનિયાનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ રાજસ્થાનની ધરતી પર ફરકાવવામાં આવશે

| Updated: January 10, 2022 5:37 pm

દેશની આઝાદીના 75 વર્ષની સ્મૃતિમાં રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં એક પહાડીની ટોચ પર ખાદીથી બનાવેલ વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ ફરકાવાશે.આ ધ્વજ 225 ફૂટ લાંબો અને 150 ફૂટ પહોળો છે.અને તેના વજની જો વાત કરવામાં આવે તો તેનો વજન લગભગ 1,000 કિલો છે.

15 જાન્યુઆરીએ આર્મી ડે પર ફરકાવવામાં આવશે

મળતી માહિતી અનૂસાર આ ધ્વજ જેસલમેરમાં આર્મી સ્ટેશન પાસે જોધપુર નેશનલ હાઈવે પર એક પહાડી પર ફરકાવવામાં આવશે તેવી જાણકારી મળી રહી છે.આ ધ્વજને લગાવવા માટે ડઝનબંધ મજૂરો અને જેસીબી મશીનો રોકાયેલા છે.મળતી માહિતી અનૂસાર ધ્વજ 37,500 સ્ક્વેર ફીટ વિસ્તારમાં ફેલાયેલો છે.

આ પણ વાંચો: Ahmedabad Airport: અમદાવાદ એરપોર્ટ બંધ થઈ જશે? જાણો એરપોર્ટના પ્રવક્તાએ શું જણાવ્યું

વિશ્વનો સૌથી મોટો ખાદી ધ્વજ

સંભાવનાઓ એવી જોવા મળી રહી છે કે ધ્વજવંદન કાર્યક્રમાં અનેક પ્રવાસીઓ જેસલમેર આવે તેવી અપેક્ષા છે.આ કાર્યક્રમાં અનેક નેતાઓ સાથે અને વરિષ્ઠ અધિકારીઓ, જનપ્રતિનિધિઓ લોકો સાથે હાજર રહેશે તેવી વાત સામે આવી રહી છે.
તે સાથે તેમને જણાવી દઇએ કે જમ્મુ-કાશ્મીર અને મુંબઈમાં લેહ પછી જેસલમેર ત્રીજું સ્થાન હશે જ્યાં વિશ્વનો સૌથી મોટો ખાદી ધ્વજ ફરકાવવામાં આવી રહ્યો હોવાની જાણકારી આપવામાં આવી છે.

લેહમાં 1400 કિલોનો ધ્વજ ફરકાવાયો હતો

2 ઓક્ટોબર 2021ના રોજ મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતિના અવસર ઉપર ખાદીના કપડાથી બનેલો વિશ્વનો સૌથી મોટો રાષ્ટ્રધ્વજ લદ્દાખના લેહમાં ફરકાવવામાં આવ્યો હતો.આ દરમિયાન આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હાજરી આપી હતી.

લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર 76 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવામાં આવ્યો

ગયા વર્ષની જો વાત કરવામાં આવે તો ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદમાં ભારતીય સેના દ્વારા લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર 76 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવામાં આવ્યો હતો.

આ સિવાય ગયા વર્ષે નવેમ્બરમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા સીમા વિવાદ દરમિયાન ભારતીય સેનાએ લદ્દાખમાં 15,000 ફૂટની ઊંચાઈ પર 76 ફૂટ ઊંચો ધ્વજ ફરકાવ્યો હતો. ધ્વજનું નિર્માણ ભારતીય સેના અને ફ્લેગ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતીય સેનાએ જણાવ્યું કે આ ધ્વજ સ્વતંત્રતાના અમૃત ઉત્સવ અંતર્ગત ફરકાવવામાં આવ્યો હતો.

Your email address will not be published.