ગુજરાતમાં આકાર લેતું વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય; 95 પ્રાણીઓ મોરોક્કોથી લવાયા

| Updated: May 21, 2022 11:28 am

(Gujarat) ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય આકાર લઈ રહ્યું છે. આ પ્રાણી સંગ્રહાલય જામનગરથી 25 કી.મી. દૂર 270 થી વધુ એકરમાં આકાર લઇ રહ્યું છે. (Gujarat) ગુજરાતનાં જામનગરમાં આવેલું રિલાયન્સનું આ પ્રાણી સંગ્રહાલય ગ્રીન્સ ઝૂઓલોજીકલ રેસ્ક્યૂ એન્ડ રિહેબિલિટેશન કિંગ્ડમ તરીકે ઓળખાય છે .

હવે આ કિંગ્ડમમાં મોરોક્કો દેશથી વાઘ, જેગ્વાર, ચિત્તા, શાહુડી, સ્કંક્સ દીપડા, રીંછ, ઓક્લેટ, અમેરિકન જંગલી બિલાડી,આ પ્રકારના પ્રાણીઓ રશિયન વિમાનમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતા, ત્યાંથી શુક્રવારે  બપોરે જામનગર લાવવામાં આવ્યા છે. જો કે, આ એનિમલ કિંગ્ડમમાં અત્યાર સુધીમાં હાથી, દીપડા, સિંહ, મગરો, સહિતના વિવિધ પ્રાણીઓ આવી ચૂક્યા છે.

બહારથી આવેલા આ પ્રાણીઓને હાલારની ભૂમિ પર નવું ઘર મળ્યું છે. ગુરુવારે રાત્રે અમદાવાદ એરપોર્ટ પર આફ્રિકાના મોરોક્કોથી 95 પ્રાણીઓ લઈને એક રશિયન કાર્ગો વિમાન આવ્યું હતું. જેમાં 27 વાઘ, 10 અમેરિકન ચિત્તા, 10 અમેરિકન મોટી બિલાડી, 10 રીંછ, 10 સ્કંક્સ, 7 દીપડા, 4 જેગ્વાર , 4 ટેમાનાડોઝ, 3 ઓકેલોડને લાવવામાં આવ્યા હતા.

પ્રાણીઓને લાવવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રાણીઓને મુશ્કેલીઓ સર્જાય તે માટે વિધાનમાં એક ખાસ પ્રકારના એસીનું ટેમ્પરેચર જણાવવામાં આવ્યું હતું. આ સાથે જ તમામ પ્રાણીઓને ફ્લાઈટમાં ભોજન સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી.

તમામ પ્રાણીઓને અમદાવાદ ખાતેથી 20 જુદા જુદા ટ્રેલર વાહનોમાં જામનગર પહોંચાડી દેવામાં આવ્યા હતાં. હજુ આગામી જૂન માસમાં વધુ 1 વિમાન આ રીતે પ્રાણીઓને લઈને અમદાવાદ પહોંચશે. 

આ પણ વાંચો: ગુજરાતનો પાંચ વર્ષનો ધૈર્ય શ્રોફ ભારતનો સૌથી યુવા ચેસ ખેલાડી બન્યો

Your email address will not be published.