શહેરના જમાલપુર ખાતે સ્થાનિક પોલીસ અને ટ્રાફિક પોલીસ સતત વિવાદમાં આવી રહી છે. ગુરુવારે બપોરે એક વિડીયો વાઇરલ થયો હતો જેમાં પોલીસકર્મીને એક શખ્સ બે તમાચા મારી રહ્યો છે અને ટ્રાફિકનો જવાન તેની ટી-શર્ટનો કોલર પકડી ઉભો રહ્યો હતો. આ વિડીયો બાદ ગાયકવાડ હવેલી પોલીસ સક્રિય થઇ હતી અને તેમણે ટ્રાફિક પોલીસની ફરિયાદ લઇ આરોપી સંદિપની ધરપકડ કરી હતી.
નારોલ વિસ્તારમાં હિતેશભાઇ ભાનુપ્રસાદ વાઘેલા પરિવાર સાથે રહે છે અને ઇ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેસનમાં ફરજ બજાવે છે. તેઓ ગુરુવારે જમાલપુર ખાતે ફરજ પર હતા. દરમિયાનમાં ગુરુવારે બપોરે એક વાહન ચાલક ફોન પર વાત કરવા જતો હતો. આ દરમિયાન તેને પોલીસકર્મી હિતેશભાઇ રોક્યો હતો. પોલીસકર્મી આ વાહન ચાલકનો ટી-શર્ટ પકડ્યું હતુ.
દરમિયાન યુવક ફોન પર વાત કરતા કરતા આ પોલીસકર્મીને બે લાફા મારી દે છે તે વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે તેમ છતાં પોલીસકર્મી તેને જવા દેતો નથી અને પકડી રાખે છે. આ અંગે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે જઇ આરોપી સંદિપ નિલેશ સોલંકીની ધરપકડ કરી હતી. જોકે વિડીયો વાઇરલ થતાં ગાયકવાડ હવેલી પોલીસ સક્રિય બની હોવાનું બહાર આવ્યું હતુ.