મેઘાણીનગરમાં વેપારીના કારનો કાચ તોડી 15.66 લાખની ચોરી

| Updated: May 13, 2022 1:31 pm

રીંગરોડ પાસે રહેતા વેપારી વેપારના પૈસાનો થેલો કારમાં મુકીને દુકાનને તાળું મારવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ તેમની કારનો કાચ તોડી રુપિયા ભરેલો થેલા લઇ ફરાર થઇ ગયો હતો. વેપારીના 15.66 લાખ ચોરી થઇ ગયા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

અમદાવાદ રીંગરોડ પાસેના વસાણી વીલામાં રહેતા રાજેશભાઈ પટેલ તેલના ધંધાનુ વસાણી ગોડાઉન ધરાવે છે સાથે જ નરોડા ગેલેક્ષી રોડ પર સંકેત શોપીંગ સેન્ટર ખાતે મેઘાણી ઈન્ડિયન નામની ગેસ એજન્સી ધરાવી વેપાર કરે છે. ગઇ કાલે ગેસ એજન્સીના રૂ.15.66 લાખ થેલામાં ભરી તેને કારમાં મુક્યો હતો.

બાદમાં તે દુકાને તાળુ લગાવવા ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે કારનો કાચ તુટેલો હતો અને તેમાં રાખેલો પૈસા ભરેલો થેલો ચોરી થઇ ગયો હતો. જેથી તેમણે ઘટનાની જાણ પોલીસને કરી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.

Your email address will not be published.