ડીસામાં રૂ. 21,850ના મુદ્દામાલની ચોરી મામલે પોલીસને સફળતા, ચોરની ધરપકડ

| Updated: October 12, 2021 2:08 pm

ગુજરાતના ડીસામાં એક શખ્સ દ્વારા આશરે કુલ રૂ. 21,850ના મુદ્દામાલની ચોરી કરાઇ હતી. જેમાં ચોખાના પૌંઆના 10 કટ્ટા તેમજ સોયાવડીના 5 કટ્ટા તેમ કુલ 15 નંગ કટ્ટાની ચોરી કરવામાં આવ હતી. આ ચોરી બાદ ડીસા પોલીસની સૂચનો દ્વારા ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશને આરોપીની ધરપકડ કરાઇ હતી. આરોપીનું નામ પ્રવીણસિંહ ગમાનસિંહ ઠાકોર હોવાનું સામે આવ્યું છે.

ડીસામાં દશાનાવાસ, રબારીવાસ ખાતે રહેતા આરોપી પ્રવીણસિંહ ઠાકોર દ્વારા 10 નંગ ચોખાના પૌંઆના કટ્ટા અને 5 નંગ સોયાવડીના કટ્ટા ચોરી કરાયા હતાં. આ કુલ 15 કટ્ટાની કિંમત આશરે રૂ. 21,850 છે, જે પોલીસ દ્વારા જપ્ત કરાયું છે. તાલુકાના દક્ષિણ પોલીસ સ્ટેશને આ મામલે તપાસ હાથ ધરાઇ હતી અને આરોપી ખિલાફ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

આ કેસના આરોપી પ્રવીણસિંહ ઠાકોર ખિલાફ ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન દ્વારા આઈપીસિની કલમ 454 તેમજ કલમ 380 હેઠળ ગુનો નોંધાયો છે. આ કેસમાં આગળની કાર્યવાહી હવે કલમ 454 અને 380 મુજબ હાથ ધરાશે. ચોરને પકડવાની કામગીરી તેમજ તેની સફળતાનો શ્રેય ડીસા પોલીસના ધરફોડ ચોરીના ગુનાઓ અટકાવવના હેતુથી કરવામાં આવેલા સારા સૂચનને જાય છે.    

Your email address will not be published. Required fields are marked *