ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં વીજળીથી રાજ્યમાં થયા મોત

| Updated: June 8, 2022 10:28 am

કાલે વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો હતો.વાતાવરણ બદલતાની સાથે રાજયના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.પાટણમાં વરસાદ પડતાની સાથે પવન પણ ફુંકાયો હતો.

વિજળીએ આ વિસ્તારોમાં લીધા લોકોના મોત

પાટણમાં વિજળી પડતા એક મહિલાનું મોત થયું છે.લીંબડી તાલૂકાના જાંબુ અને નટવરગઢ ગામ વચ્ચે વીજળી પડી હોવાની વાત સામે આવી છે જેમાં 23 વર્ષીય યુવક બાઈક પર સવાર થઈને લીંબડીથી જાંબુ તરફ જઈ રહ્યો હતો અને તેના પર વિજળી પડી હતી અને યુવકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ. આ સાથે સુરેન્દ્રનગરમાં પણ 2 લોકો વિજળીના કારણે મોતને ભેટયા હોવાની પણ વાત સામે આવી રહી છે.હજી ગુજરાતમાં ચોમાસુ બેઠુ નથી ત્યાં સામાન્ય વરસાદમાં ચાર લોકોના મોત વિજળીના કારણે થઇ ગયા.

આજે ક્યા ક્યા વરસાદની આગાહી કરવામાં આવી

આજથી 4 દિવસની આગાહી કરવામાં આવી છે.રાજયમાં વરસાદી વાતાવરણ રહેશે અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતાઓ સેવામાં આવી છે.વીજળીના કડાકા-ભડાકાની અસર પણ જોવા મળી શકે છે.વલસાડ, નવસારીથી દમણમાં પણ વરસાદ પડી શકે છે.

આ વિસ્તારમાં કાલે પડ્યો વરસાદ

લાઠીના હરસુરપુર દેવલિયા, શેઠ પીપરીયા, કેરીયા સહિત અન્ય ગામોમાં વરસાદ પડ્યો હતો. વરસાદના આગમનથી વાતાવરણમાં ઠંડુંગાર થયું હતું. સાવરકુંડલા તાલુકાના વંડા, મેવાસા, શેલાણા,ભમોદરા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. શેલ અને શેત્રુજીમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. તો બીજી બાજુ મેઘરાજા પાટણમાં પણ વરસી રહ્યા હતા.

ભાવનગરમાં પણ વરસાદનું આગમન થયું હતું

અમરેલીની સાથે ભાવનગરમાં પણ વરસાદ પડી રહ્યો હતો.ભાવનગરના અનેક ગામોમાં વરસાદની પ્રધરામણી થઇ ગઇ છે.જેના કારણે એક બાજુ ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો ધણા ખેડૂતોમાં ચિંતા પણ જોવા મળી રહી છે કેમ કે હજુ પણ ધણા ખેડૂતોનો પાક ખેતરમાં છે.

Your email address will not be published.