GST વિભાગ દ્વારા રાજયમાં 41 વેપારીઓના 56 સ્થળો પર દરોડા

| Updated: July 1, 2022 9:05 pm

રાજયમાં થતા કરચોરી અને બોગસ બિલીંગ કરનારાઓ સામે જીએસટી વિભાગે લાલ આંખ કરી છે. પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની ધરપકડ કરવા અને તેઓની સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જીએસટી વિભાગ દ્વારા ઉંડાણપૂર્વકના સંશોઘન અને વિગતોના આધારે તપાસ હાથ ધરી ઘણી બોગસ પેઢીઓને શોધી કાઢવામાં આવી છે. જયારે આવી પેઢીઓ ઓપરેટ કરતા ઓપરેટર્સને શોધી તેઓની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે. આજ દિન સુધી જીએસટી વિભાગ દ્વારા બોગસ બિલીંગના ગુનામાં કુલ 90 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

તાજેતરમાં જ બોગસ પેઢીઓ થકી ખોટી વેરશાખા ભોગવેલ હોય તેવા નીચે મુજબના 41 વેપારીઓના કુલ 56 સ્થળોએ દરોડાની કામગીરી કરવામાં આવી છે. આ તમામ વેપારીઓ દ્વારા બોગસ બિલીંગ થકી મોટી રકમની વેરશાખ ભોગવવામાં આવી રહી હતી.જો કે, આ કેસની હાલ તપાસ કરવામાં આવી રહી છે.આ કેસમાં વેરશાખની વસૂલાત માટે જીએસટી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ જીએસટી વિભાગ દ્વારા રાજયના તમામ પેટ્રોલ પંપ પર તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં 25 જેટલા પેટ્રોલપંપો પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ 6, નવસારી 4, ડાંગ 2, ભાવનગર 3, રાજકોટ 2, વલસાડ 1,ઈડર 3, ભિલોડા 1, ભરુચ 1, ગોધરા 1 અને વડોદરા 1 મળીને કુલ 25 પંપો પર સઘન ચેકિંગ કરવામાં આવી હતી.

Your email address will not be published.