આ 6 ટીવી હસીનાઓને ઇન્સ્ટાગ્રામની એક પોસ્ટ પર મળે છે આટલા રૂપિયા 

| Updated: April 7, 2022 5:54 pm

સોશિયલ મીડિયા પર ટીવી સ્ટાર્સને ફોલો કરનારા લોકોની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ તેમના ફેવરિટ સ્ટાર પર નજર રાખે છે. જોકે ચાહકો નથી જાણતા કે આ ટીવી સ્ટાર્સ પણ સોશિયલ મીડિયા દ્વારા ઘણી કમાણી કરે છે. એવી ઘણી ટીવી અભિનેત્રીઓ છે જે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે લાખો રૂપિયા ચાર્જ કરે છે. આ અભિનેત્રીઓ માત્ર એક પોસ્ટ શેર કરીને જ બની જાય છે કરોડપતિ. 

રૂપાલી ગાંગુલી

અનુપમા સિરિયલની સ્ટાર રૂપાલી ગાંગુલીની એક પોસ્ટ પણ ઘણી મોંઘી છે. રૂપાલી ગાંગુલી એક પોસ્ટ શેર કરવા માટે 8 લાખ રૂપિયા લે છે. 

તેજસ્વી પ્રકાશ

ટીવીની નાગિન તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયાથી ઘણી કમાણી કરે છે. તેજસ્વી પ્રકાશને એક પોસ્ટ શેર કરવાના 10-15 લાખ રૂપિયા મળે છે. તેજસ્વી પ્રકાશની સોશિયલ મીડિયા પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.

શહેનાઝ ગિલ

પંજાબની કેટરીના કૈફ શહનાઝ ગિલના ઈન્સ્ટાગ્રામ પર 11 મિલિયન ફોલોઅર્સ છે. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવા બદલ શહનાઝ ગિલને 8 લાખ રૂપિયા મળે છે.

હિના ખાન

હિના ખાન ટીવીની દુનિયાનું એક મોટું નામ છે. હિના ખાનને ઈન્સ્ટાગ્રામ પર 15 મિલિયનથી વધુ લોકો ફોલો કરે છે. હિના ખાન એક પોસ્ટ શેર કરવા માટે ઇન્સ્ટાગ્રામ પરથી 12-13 લાખ રૂપિયા લે છે.

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈ પણ ફેન ફોલોઈંગના મામલે કોઈથી ઓછી નથી. રશ્મિ દેસાઈને ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરવા બદલ 7-8 લાખ રૂપિયા મળે છે.

જન્નત ઝુબેર રહેમાની

ટીવી અભિનેત્રી જન્નત ઝુબેર રહેમાનીના ઈન્સ્ટાગ્રામ પર 41 મિલિયન ફોલોઅર્સ છે. જન્નત ઝુબેર રહેમાની ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ માટે 1.5 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

Your email address will not be published.