પીએમ મોદીના “રાજ”માં આટલી વિદેશી હસ્તીઓ ગુજરાતના આંગણે પધારી

| Updated: April 19, 2022 3:49 pm

આગામી સમયમાં ગુજરાતમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આવી રહ્યા છે. તેઓના આગમનને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ પણ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે આજે પીએમ મોદી ગુજરાતના આંગણ પધારી રહ્યા છે. અત્યાર સુધીમાં વિવિધ દેશોની 13 મહાન હસ્તીઓને ગુજરાતમાં પધારી ચૂક્યા છે. નરેન્દ્ર મોદી જયારથી પીએમ બન્યા છે ત્યારથી તેઓએ ગુજરાતને નવી દિશા આપી છે. ગુજરાતને ગ્લોબલ બનાવવાનો પીએમ મોદીનો પ્રયાસ છે.

શી જિનપિંગ, ચીનના રાષ્ટ્રપતિ (17 થી 19 સપ્ટેમ્બર 2014)

વિદેશી રાષ્ટ્રાધ્યક્ષોને ગુજરાત દર્શન કરાવવાની શરૂઆત શી જિનપિંગની મુલાકાત સાથે થઈ હતી. જિનપિંગ તેમનાં પત્ની પેંગ લિયુઆન સાથે 2014ની 17 સપ્ટેમ્બરે અમદાવાદ પહોંચ્યાં હતાં. મોદી જિનપિંગને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં જિનપિંગે ચરખો ચલાવ્યો હતો. એ પ્રવાસ દરમિયાન ભારત-ચીન વચ્ચે ત્રણ કરાર પર સહીસિક્કા થયા હતા. શિ જિનપિંગના સ્વાગતમાં સાબરમતીના કિનારે પરંપરાગત નૃત્ય પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યાં મોદીએ જિનપિંગને હિંચકે પણ ઝૂલાવ્યા હતા.

ડોનાલ્ડ રબીંદ્રનાથ રામોતાર, ગુયાનાના તત્કાલિન રાષ્ટ્રપતિ (7 થી 12 જાન્યુઆરી 2015)

2015ની આઠમી અને નવમી જાન્યુઆરીએ ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં પ્રવાસી ભારતીય દિવસની ઊજવણી કરવામાં આવી હતી. તેમાં ડોનલ્ડ રબીન્દ્રનાથ રામોતાર મુખ્ય મહેમાન બન્યા હતા.આ કાર્યકર્મમાં તેઓને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

શેરિંગ તોબગે, ભૂતાનના તત્કાલીન વડાપ્રધાન (10 થી 18 જાન્યુઆરી 2015)

ગુજરાત વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટનું ઉદ્ધાટન સમારોહમાં તેમને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેઓએ એક પ્રવચન પણ આપ્યું હતું. ત્યાર બાદ તેઓએ અમદાવાદ ખાતે આવેલ ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. આ મુલાકાત બાદ તેઓ પીએમ મોદીના મત વિસ્તાર વારણસી જવા માટે રવાના થયા હતા.

ફિલિપ જેસિન્ટો ન્યૂસી, મોઝામ્બિકના રાષ્ટ્રપતિ (4 થી 8 ઓગસ્ટ 2015)

ફિલિપ જેસિન્ટો ન્યૂસી જે મોઝામ્બિકના રાષ્ટ્રપતિ છે અને તેઓનો ભારત દેશ સાથે ઘણો જુનો સંબધ છે. તેઓએ અમદાવાદના પાલડી ખાતે આવેલ આઈએમમાં પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. દિલ્હીથી ગુજરાત આવ્યા બાદ ફિલિપ આણંદસ્થિત કૃષિ યુનિવર્સિટી, દીનદયાળ ઉપાધ્યાય પેટ્રોલિયમ યુનિવર્સિટી અને સાબરમતી આશ્રમ ગયા હતા.

શિંજો આબે, જાપાનના તત્કાલિન પીએમ અને વર્તમાન રાષ્ટ્રપતિ (11 થી 13 ડિસેમ્બર 2015)

નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના સીએમ હતા ત્યારે તેઓ અનેક વખત જાપાનની ગયા હતા. જો કે, શિંજો આબે સાથે તેમના ઘણા સારા સંબધો છે. આબેની આ મુલાકાત દરમિયાન ભારત-જાપાન વચ્ચે બુલેટ ટ્રેન, અસૈન્ય પરમાણુ ઊર્જા, સુરક્ષા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનૉલૉજી, શિક્ષણ અને અર્થતંત્ર સંબંધે અનેક કરાર થયા હતા.

કેપી શર્મા ઓલી, નેપાળના તત્કાલીન અને વર્તમાન વડાપ્રધાન (19 થી 24 ફેબ્રુઆરી 2016)

કેટલાક મહિનાઓથી ભારત-નેપાળ વચ્ચેનો સંબંધ કપરા તબક્કામાં હતો, ત્યારે કેપી શર્મા ઓલી ભારતની મુલાકાતે આવ્યા હતા. ઓલીએ દિલ્હી પછી ઉત્તરાખંડના ટિહરી પાવર પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી. એ પછી ઓલી ગુજરાતના ભુજની મુલાકાતે ગયા હતા. 2001ના ધરતીકંપ પછી ભુજને નવેસરથી વસાવવામાં આવ્યું હતું. જોકે, ઓલીની આ ગુજરાત મુલાકાત વખતે વડા પ્રધાન મોદી તેમની સાથે ન હતા.

એન્ટોનિયો કોસ્ટા, પોર્ટુગલના વડાપ્રધાન (7 થી 13 જાન્યુઆરી 2017)

ગુજરાતમાં જયારે આઠમી વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્યારે પીએમ મોદીએ પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો કોસ્ટાને ખાસ આંમત્રણ આપ્યું હતું. બેંગલુરુ અને ગુજરાતની મુલાકાત બાદ કોસ્ટા ગોવા જવા રવાના થયા હતા. કોસ્ટાના પિતાનું મોટાભાગનું જીવન ગોવામાં પસાર થયું હતું. તેઓ તેમના પૈતૃક નિવાસસ્થાને પણ ગયા હતા.

અલેકઝેન્ડર વુકિક, સર્બિયાના તત્કાલીન વડાપ્રધાન અને વર્તમાન રાષ્ટ્રપતિ (9થી 12 જાન્યુઆરી, 2017)

આઠમી ‘વાઇબ્રન્ટ ગુજરાત સમીટ’ માટે વડા પ્રધાન મોદીએ અલેકઝેન્ડર વુકિકને પણ આમંત્રણ આપ્યું હતું. એ કાર્યક્રમમાં મોદી અને વુકિકની બેઠકની શરૂઆત ‘નમસ્તે’ સાથે થઈ હતી. સમિટના ઉદઘાટન બાદ વુકિક મુંબઈ જવા રવાના થયા હતા. મુંબઈમાં તેઓ મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન અને અનેક ઉદ્યોગપતિઓને મળ્યા હતા.

વિદ્યાદેવી ભંડારી, નેપાળનાં રાષ્ટ્રપતિ ( 17થી 21 એપ્રિલ, 2017 )

વિદ્યાદેવીની પાંચ દિવસની ભારત મુલાકાતની શરૂઆત દિલ્હીથી થઈ હતી. દિલ્હીમાં તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને મળ્યાં હતાં. એ પછી વિદ્યાદેવીએ ગુજરાતના રાજકોટ, સોમનાથ અને દ્વારકાની મુલાકાત લીધી હતી. સોમનાથ મહાદેવ અને દ્વારકાધીશની તેમણે પૂજા પણ કરી હતી. જોકે, એ પ્રવાસ દરમિયાન મોદી તેમની સાથે ન હતા.

બિન્જામિન નેતન્યાહૂ, ઈઝરાયેલના તત્કાલિન પીએમ (14 થી 19 જાન્યુઆરી 2018)

દિલ્હીમાં આગમન અને આગ્રામાં તાજ મહેલને નિહાળ્યા બાદ નેતન્યાહૂ અમદાવાદ પહોંચ્યા હતા. નરેન્દ્ર મોદીએ નેતન્યાહૂ સાથે ઍરપૉર્ટથી સાબરમતી આશ્રમ સુધી 14 કિલોમીટર લાંબો રોડ-શો કર્યો હતો. મોદી એ પછી નેતન્યાહૂને સાબરમતી આશ્રમ લઈ ગયા હતા, જ્યાં નેતન્યાહૂએ તેમનાં પત્ની સાથે ચરખો ચલાવ્યો હતો. એ પ્રસંગે મોદી અને નેતન્યાહૂએ સાથે મળીને પતંગ પણ ચગાવી હતી.

જસ્ટિન ટ્રૂડો, કેનેડાના પીએમ (17 થી 24 ફેબ્રુઆરી 2018)

જસ્ટિન ટ્રૂડો પોતાના પરિવાર સાથે ભારત દેશની મુલાકાતે આવ્યા હતા. તેઓની આ મુલાકાતની શરુઆત દિલ્હીથી થઈ હતી. દિલ્હી બાદ તેઓ આગ્રા ગયા હતા. તેઓ આગ્રા, અમદાવાદ, મુંબઈ અને અમૃતસર ગયા હતા. જોકે, ટ્રૂડોના આ પ્રવાસને કૅનેડાના મીડિયામાં મળેલા ‘ફિક્કા આવકાર’નો આક્ષેપ સમાચારોમાં ચમક્યો હતો.

ડૉ. ફ્રેન્ક વોલ્ટર સ્ટાઈનમાયર, જર્મનીના રાષ્ટ્રપતિ (22થી 25 માર્ચ, 2018)

જર્મનીના રાષ્ટ્રપતિ ફ્રેન્ક વોલ્ટરને પણ નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય મતવિસ્તારની સહેલ કરાવી હતી. દિલ્હીથી સીધા વારાણસી પહોંચેલા ફ્રેન્કે બનારસ હિંદુ વિશ્વવિદ્યાલયમાં આયોજિત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. એ પછી અસ્સી ઘાટ પહોંચેલા ફ્રેન્કે નૌકાવિહાર કર્યો હતો અને વડા પ્રધાન મોદી સાથે દશાશ્વમેઘ ઘાટ પરની ગંગા આરતી નિહાળી હતી. ત્યાર બાદ બાકીના કાર્યક્રમો માટે તેઓ દિલ્હી પાછા ફર્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના તત્કાલિના રાષ્ટ્રપતિ (24 અને 25 ફેબ્રુઆરી 2020)

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ અમેરિકાથી સીધા અમદાવાદ આવ્યા હતા. આ વિશેષ અતિથિના સ્વાગતમાં કોઈપણ કચાશ ના રહી જાય તે માટે રાતદિવસ કામ કરવામાં આવ્યું હતું. જે રસ્તા પર ડોનાલ્ડ ટ્રમ્પ પસાર થવાના હતા તે તમામ રસ્તાઓને નવો રુપ આપી દેવામાં આવ્યો હતો. ત્યારે બાદ પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પે ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. ત્યાર બાદ તેઓ સીધી મોટેરા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા. જયા ટ્રમ્પ અને પીએમ મોદીને જોવા માટે ગુજરાતીઓનો ઉત્સાહ અનેરો જ હતો.

Your email address will not be published.