નાની ઉંમરમાં આ સ્ટારકિડ્સ થયા હતા કોરોનાથી સંક્રમિત

| Updated: January 11, 2022 5:48 pm

મહારાષ્ટ્રમાં કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળી રહ્યો છે. જેમાં બોલીવુડના અનેક સિતારાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે, ઘણા સ્ટારકિડ્સ પણ એવા છે જે, કોરોનાથી સંક્રમિત થયા હતા.

આરાધ્યા – ઐશ્વર્યા રાય

કોરોનાની પહેલી લહેર દરમિયાન કોરોનાએ અમિતાભ બચ્ચનના ઘરમાં પણ ટકોરા માર્યા હતા. ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન તેમજ આરાધ્યા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જોકે, આરાધ્યાને પરિવારે ઘરમાં જ આઈસોલેટ કરી દીધી હતી.

સમીષા અને વિયાન રાજ- શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીના બે બાળકોને ગયા વર્ષે મે મહિનામાં કોરોનાનો ફટકો પડ્યો હતો. જ્યારે સમીષા અને વિયાન રાજને કોરોના થયો હતો. ત્યારે, શિલ્પા શેટ્ટી એકદમ ચિંતામાં આવી ગઈ હતી. શિલ્પા શેટ્ટી માટે સમીષા અને વિયાન રાજને સંભાળવું ખૂબ મુશ્કેલ બની રહ્યું હતું.

ઇકબીર- મોહિત મલિક

ટીવી અભિનેતા મોહિત મલિકનો પુત્ર ઇકબીર પણ કોરોનાની ઝપેટમાં આવી ગયો છે. કોરોના થતાં જ મોહિત મલિકના પુત્રની હાલત બગડી ગઈ હતી. જોકે, ઇકબીર હવે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે.

સૂફી-નકુલ મહેતા-જાનકી પારેખ

ટીવીના નોટેડ કપલ નકુલ મહેતા અને જાનકી પારેખ એ પણ કોરોનાનું ભયાનક સ્વરૂપ જોયું છે. નકુલ મહેતાના પત્ની અને પુત્રને થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. નકુલ મહેતાઅને જાનકી પારેખ તેમના પુત્રને કોરોના થયા બાદ ખૂબ જ ડરી ગયા હતા.

નિર્વૈર- કિશ્વર મર્ચન્ટ

ટીવી અભિનેતા કિશ્વર મર્ચન્ટ અને તેના પતિ સુયશ રાય પણ તેમના 4 મહિનાના પુત્ર નિર્વૈરને લઈને ખૂબ ચિંતિત છે. નિર્ભયને તાજેતરમાં કોરોના થયો છે. ત્યારથી કિશ્વર મર્ચન્ટ અને સુયશ રાય સાથે મળીને નિર્વૈરની સંભાળ રાખી રહ્યા છે.

ઝહરા – માનવ ગોહિલ

સિરિયલ, ‘શાદી મુબારક’ સ્ટાર માનવ ગોહિલને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોનાના કારણે માનવ ગોહિલને 2 અઠવાડિયા હોસ્પિટલમાં વિતાવવા પડ્યા હતા. આ દરમિયાન માનવ ગોહિલની પુત્રી ઝહરાને પણ કોરોનાએ ટક્કર મારી હતી.

હારુન- રણવીર શૌરી

બોલિવૂડ અભિનેતા રણવીર શૌરીનો પુત્ર હારુન હાલ માત્ર 10 વર્ષનો છે. હારુનને આટલી નાની ઉંમરે કોરોના થયો હતો. રણવીર શૌરીએ ખુલાસો કર્યો હતો કે, કોરોના થયા પછી હારૂનને પરિવાર સાથે હોટલમાં બંધ રહેવું પડ્યું હતું. હારુને થોડા સમય પહેલા કોરોનાને હરાવ્યો છે.

હંસ અને ન્યારા -સમીરા રેડ્ડી

બોલિવૂડ અભિનેત્રી સમીરા રેડ્ડીના બાળકો હંસ અને ન્યારાને પણ ગયા વર્ષે એપ્રિલમાં કોરોનાનો ફટકો પડ્યો હતો. અભિનેત્રીએ ખુલાસો કર્યો હતો કે, તેના માટે તે સમયે બાળકોની સંભાળ રાખવી ખૂબ મુશ્કેલ હતી. સમીરા રેડ્ડીએ પોતાના બાળકોને 14 દિવસ સુધી ઘરમાં કેદ કરી દીધા હતા.

Your email address will not be published.