EPFOમાં નોમિની બદલવાના આસાન છે આ સ્ટેપ્સ

| Updated: November 20, 2021 3:41 pm

કર્મચારીઓને પોતાના પ્રોવિડન્ડ ફંડના ખાતામાં પોતાના નોમિનીનું નામ બદલવું હોય તો આસાન છે. પ્રોવિડંડ ફંડ અંગેની સરકારી વેબસાઇટ epfindia.gov.in ઉપક સબસ્ક્રાઇક કરીને નોમિનીનું નામ સરળતાથી બદલી શકાય છે. કોઇ પણ કર્મચારીને હવે નોમિનીનું નામ બદલવા માટે EPFOની ઓફિસ જવાની જરૂર નથી.

ફકત્ત નીચેના 10 સ્ટેપ કરવાથી પીએફના ખાતાધારક પોતાના નોમિનીના નામમાં બદલી શકાશે નામ.

  1. સોથી પહેલાં epfindia.gov.in વેબસાઇટ ઉપર જઇને લોગ ઇન કરવું.
  2. પછી સર્વિસ (સેવા)ના ઓપ્શન ઉપર જઇ, ડ્રોપ ડાઉનમાં કર્મચારીઓ માટેના ટેબ ઉપર ક્લિક કરવું.
  3. પછી સભ્ય યુએએન (MEMBER UAN)/ઓનલાઇન સેવા (OCS/OTPC) ટેબ ઉપર ક્લિક કરવું.
  4. પછી સભ્યએ પોતાનો પોતાનો યુએએન (MEMBER UAN) તેના પાસપાર્ડ સાથે લોગ ઇન કરવું.
  5. હવે તમારી સામે મેનેજમેન્ટ ટેબ દેખાશે.. અને ઇ-નામાંકનની પસંદગી કરવી.
  6. હવે પરિવાર કે નોમિનીના અપડેટ માટે હા વિકલ્પ ઉપર ક્લિક કરવી અને પરિવાર વિગત ઉમેરો (ADD FAMILY DETAIL) ઉપર ક્લિક કરવું. અને નવા નોમિનીની વિગત ભરવી.
  7. પછી કુલ રકમ અંગે નોમિની ડિટેઇલ ઉપર ક્લિક કરવું.
  8. હવે OTP જનરેટ કરવાં ઇ-સાઇન ઉપર જઇને ક્લિક કરવું.
  9. હવે આધારકાર્ડ સાથે જોડાયેલા તમારા મોબાઇલ ફોન ઉપર OTP આવશે, જેને ઇ-સાઇન ટેબમાં એન્ટર કરવો
  10. OTP ટાઇપ થયા બાદ હવે EPFOમાં આપના નવા નોમિનીની વિગત રજીસ્ટર થઇ ગઇ હશે.

EPFOમાં એકથી વધુ સભ્યોની વિગતો નોંધાવી શકાય છે. હવે નવા નોમિની માટે કોઇ પણ પ્રકારના દસ્તાવેજ અથવા તો દસ્તાવેજને આપવાનો રહેશે નહીં.

Your email address will not be published. Required fields are marked *