અત્યારે ઘણા બધા લોકો ક્રેડિટ કાર્ડ રાખે છે. પરંતુ ઘણા લોકોને ક્રેડિટ કાર્ડનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તેની ખબર હોતી નથી.? ત્યારે શું કરવું શું ન કરવું? આવા ઘણા પ્રશ્નો આપણા મનમાં રહે છે, જે સિબિલ સ્કોરને અસર કરે છે.આવી સ્થિતિમાં, આજે અમે તમને કેટલીક એવી મહત્વની બાબતો જણાવીએ છીએ જે ક્રેડિટ કાર્ડ ધારક માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો ચાલો જાણીએ…
જો તમે સમયસર પેમેન્ટ ન કરો તો લેટ પેમેન્ટ ચાર્જની સાથે સાથે બાકી રકમ પર પણ વ્યાજ લાગે છે, જે વાર્ષિક 50 ટકા સુધી હોઇ શકે છે. આનાથી બચવા માટે, ક્રેડિટ કાર્ડની બાકી રકમ સમયસર ચૂકવી દો. જો તમે પુરેપુરી રકમ ન ચુકવી શકો તો ટાઇમ લિમિટમાં બેંકે દર્શાવેલી મિનિમમ બાકી રકમ ચુકવી શકો છો. તમે તમારા કાર્ડને બેંક ખાતા સાથે લિંક કરી શકો છો જેથી તમે સમયસર ચૂકવણી કરી શકો.સમયસર ચુકવણીથી લેટ પેમેન્ટ ચાર્જ અને બાકી રકમ પર વ્યાજથી બચી શકાય છે.
ક્રેડિટ લિમિટ
બને ત્યાં સુધી ક્રેડિટ કાર્ડની સંપૂર્ણ લિમિટનો ક્યારેય ઉપયોગ ન કરો. તેનાથી તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન થાય છે. જો તમારી પાસે ત્રણ કાર્ડ હોય અને દરેકની ક્રેડિટ લિમિટ એક-એક લાખ રૂપિયા હોય, તો કોઈ એક કાર્ડની લિમિટ વાપરવાનાં બદલે ત્રણેય કાર્ડનો ઉપયોગ કરો.
રોકડ ઉપાડ ન કરો
ક્રેડિટ કાર્ડમાંથી ક્યારેય રોકડ ઉપાડશો નહીં, કારણ કે તેમાં ક્રેડિટ પિરિયડ (ખર્ચ અને બિલિંગ પછી ચુકવણીની છેલ્લી તારીખ સુધી નોન-ઇન્ટરેસ્ટ -બેરિંગ પિરિયડ) હોતો નથી. તેના પર જે વ્યાજ લેવામાં આવે છે, તેની ગણતરી તમે પૈસા ઉપાડ્યા હોય તે દિવસથી શરુ થશે.તેનાં પર પણ અલગ ચાર્જીસ હોય છે.
ઘણા બધા ક્રેડિટ કાર્ડ ન રાખો
અત્યારે ટ્રાવેલ કાર્ડ,પેટ્રોલ કાર્ડ, શોપિંગ કાર્ડ સહિતના ઘણા કો-બ્રાન્ડેડ કાર્ડ મળે છે.તેમાં રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે અને ઘણી વખત તેના ચક્કરમાં ઘણા લોકો આવા કાર્ડ લેતા હાોય છે.પરંતુ કેટલીકવાર વધારે પડતા કાર્ડને મેનેજ કરવાનું મુશ્કેલ બને છે. તેથી, વધુ પડતા ક્રેડિટ કાર્ડ રાખવાનું ટાળો