અમદાવાદી યુવતીનું આ સંશોધન સિયાચીન પરના ભારતીય જવાનો માટે અત્યંત ઉપયોગી

| Updated: May 2, 2022 2:31 pm

અમદાવાદઃ  અમદાવાદની યુવતીએ સિયાચીન ગ્લેસિયર સરહદ પર ચોકીપહેરો ભરતા ભારતીય સૈનિકોને ઉપયોગી થાય તેવું જેકેટ વિકસાવ્યું છે. તે અગાઉના જેકેટ કરતાં વધારે બે કિલોગ્રામ કરતાં વધુ હળવુ છે. તેની સાથે તેની વિશેષ લાક્ષણિકતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે. નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માં અભ્યાસ કરનારી ખૂશ્બુ પટેલે આ પ્રકારે વિકસાવેલી ડિઝાઇન 2019માં લશ્કરી અધિકારીઓની નજરમાં આવી હતી.

કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ પ્રધાન દર્શના જરદોશ પણ તેના વખાણ કરી ચૂક્યા છે. તેણે તાજેતરમાં જ અમદાવાદ એનઆઇડીની મુલાકાત લીધી હતી. તેમણે પ્રીમિયર ડિઝાઇન ઇન્સ્ટિટ્યુટ ખાતે ચાલતા ઇન્ડસ્ટ્રીયલ ટેક્સ્ટાઇલ પ્રોજેક્ટમાં ઊંડો રસસ દાખવ્યો હતો.

એનઆઇડીમાં પાસ થયા પછી ખુશ્બુ પટેલ, નીલ પંચાલ, ભૂષણ સોનવણે અને સૌરભ પટેલ સહિતના એન્જિનિયરો પરિવહન, ઓટોમોબાઇલ ડિઝાઇનિંગ, આંત્રપ્રિન્યોરશિપ અને કમ્પ્યુટર સાયન્સમાં ડિગ્રી ધરાવે છે. તેઓએ ટેટ્રેલ ઇનોવેશન નામની કંપનીની સ્થાપના કરી. તેમા તેમની ટીમ પ્રોજેક્ટ હેક્સાગોન પર કામ કરી રહી છે.

પટેલે જણાવ્યું હતું કે એનઆઇડીના ડો. કેતનકુમાર વડોદરિયા, એસોસિયેટ સીનિયર ફેકલ્ટી મેમ્બર ડો. કેતનકુમાર વડોદરિયા અને અબોધ ફાઉન્ડેશનના સ્થાપક રવિન વ્યાસના માર્ગદર્શન હેઠળ પ્રોજેક્ટનો પ્રારંભ કર્યો હતો. બીજા સોલ્યુશન્સની તુલનાએ પ્રોજેક્ટ અનોખો હતો. તેના લીધે હાલમાં આર્મર્ડ ફોર્સીસ જે સાત લેયરના જેકેટને પહેરે છે તેમા સીધા ચાર લેયર નીકળી જતા હતા. તેમા ગ્રાફિન આધારિક કમ્પોઝિટ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે એકદમ મજબૂત હોય છે અને આત્યંતિક તાપમાનમાં પણ ટકી શકે છે. તેની આગવી વિશેષતા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે.

વર્ષો દરમિયાન વિવિધ સંસ્થાઓ દ્વારા વિકસાવવામાં આવેલા જેકેટમાં સમગ્ર ફેબ્રિકમાં કોપરકોઇલ ગરમ થતી હતી અને તેના દ્વારા ગરમી મળે છે. હવે કોઈલ વધુ પડતી ગરમ થઈ જાય તો તે બળી જતી હતી. આવું વારંવાર થવા લાગ્યું હતું.

જ્યારે નવતર જેકેટ વિકસાવનારી ટીમે જણાવ્યું હતું કે તેમા તેને પહેર્યા પછી બે સપ્તાહમાં તાપમાન એડજસ્ટ થઈ જાય છે. સેન્સરો ટ્રેનિંગ પછી કમ્ફર્ટ રેન્જ નક્કી કરે છે અને તેના પછી એઆઇ નક્કી કરે છે કે બહારનું તાપમાન ભલે ગમે તેટલું હોય અંદરનું તાપમાન આટલું રહેવું જોઈએ. વધુમાં ડિઝાઇનના લીધે તેનું વજન બે કિલો જેટલું ઘટી જાય છે. તેમા પરંપરાગત બેટરીની તુલનાએ વધારે સારી શેલ્ફ લાઇફ ધરાવતી થ્રી-ડી બેટરી વણી લેવામાં આવી છે. તેની શેલ્ફ લાઇફ પણ પરંપરાગત બેટરી કરતાં વધારે હોય છે.

આ ટીમે આર્ટેક 2019માં ભાગ લીધો હતો. તેમને લશ્કર અને ઉદ્યોગના પ્રતિનિધિઓ તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. તેની સફળતાના પગલે ટીમે આર્મી ડે 2020માં ભાગ પણ લીધો હતો. તેમા ભાગ લેનારી તે એકમાત્ર સિવિલિયન ટેક ફર્મ હતી. આ ઇવેન્ટે દર્શાવ્યું કે વડાપ્રધાન મોદી પણ આર્મી ચીફના નિવાસ્થાને ગયા ત્યારે પ્રોજેક્ટ અંગે જાણવા માંગતા હતા.

પટેલે જણાવ્યું હતું કે આજે અમે હવે સોસાયટી ઓફ ઇન્ડિયન ડિફેન્સ મેન્યુફેક્ચરર્સ (એસાઇડીમ) અને આર્મી ડિઝાઇન બ્યૂરો (એડીબી)નો હિસ્સો બની ગયા છીએ. અમને પીડીપીયુ-આઇઆઇસીમાં પણ ઇનક્યુબેટ કરાયા છે. એડીબીએ તો અમને હિમાલયમાં નો કોસ્ટ, નો કમિટમેન્ટ બેસિસે પ્રોડક્ટ ટેસ્ટિંગ માટે પણ કહ્યું છે.

Your email address will not be published.