છેલ્લા દસ વર્ષની તુલનામાં અમદાવાદનો ઉનાળો આ વર્ષે સૌથી ગરમ હશે: મનોરમા મોહંતી

| Updated: April 23, 2022 10:55 am

છેલ્લા કેટલાક દિવસોથી કાળઝાળ ગરમીમાંથી થોડી રાહત મળ્યા બાદ શનિવારના રોજ અમદાવાદનું તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે, શહેરમાં બુધવારે મહત્તમ તાપમાન 39.6 ડિગ્રી સેલ્સિયસ, ગુરુવારે 41.5 ડિગ્રી સેલ્સિયસ અને શુક્રવારે 41.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ભારતીય હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, વર્ષ 2022 અમદાવાદ માટે છેલ્લા દસ વર્ષમાં સૌથી ગરમ વર્ષોમાંનું એક સાબિત થશે. આ વર્ષે એપ્રિલ મહિનાના પ્રથમ 22 દિવસના ડેટાને ધ્યાનમાં લઈએ તો શહેરમાં લગભગ 19 દિવસ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસથી વધુ રહ્યું હતું. આ ઉપરાંત એક દિવસ મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે લગભગ છેલ્લા એક દાયકામાં નોંધાયેલું સૌથી વધુ તાપમાન હતું.

મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે શહેરમાં આટલા ઊંચા તાપમાન પાછળનું કારણ રાજસ્થાન તરફથી આવતો પવન છે જે વધુ ગરમ અને ભેજ વગરનો છે અને તેથી સરેરાશ તાપમાન ઊંચું રહ્યું છે.

આ ઉપરાંત, શુક્રવારે હવામાન વિભાગે શુક્રવારના રોજ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં બે દિવસ સુધી હીટવેવનો અનુભવ થશે. જે આ વર્ષની રાજ્યની ચોથી હીટવેવ હશે.

Your email address will not be published.