વધુ વજનવાળાને મોંઘી પડશે ચારધામ યાત્રાઃ 80 કિ.ગ્રા.થી વધુ વજન હશે તો પ્રતિ કિલોએ 150 રૂપિયા ચૂકવવા પડશે

| Updated: June 20, 2022 4:39 pm

વજન વધારે હોય તેને અનેક શારીરિક તકલીફો હોય છે. હવે સરકારનો આ નિર્ણય વધુ વજન ધરાવનારાઓને વધુ તકલીફ આપી શકે છે. ચારધામ યાત્રા અને તેમા પણ ખાસ કરીને કેદારનાથમાં હેલિકોપ્ટર પ્રવાસ દ્વારા દર્શન કરાવવામાં આવે છે. સરકારે હવેથી હેલિકોપ્ટર સવારી માટે પ્રતિ વ્યક્તિ 80 કિ.ગ્રા.નું સરેરાશ વજન નક્કી કર્યુ છે. જો કોઈ વ્યક્તિનું વજન 80 કિ.ગ્રા.થી વધુ હશે તો તેણે પ્રતિ કિલો 150 રૂપિયા વધારાના ચૂકવવા પડશે.તેમા પણ જો વ્યક્તિનું વજન 120 કિ.ગ્રા.થી વધુ હશે તો તેણે બમણો દર ચૂકવવો પડશે. હવેથી ચોપર સર્વિસમાં દરેક પ્રવાસીનું વ્યક્તિગત વજન ધ્યાનમાં લેવાશી. વ્યક્તિની જોડેના પ્રવાસીનું વજન જો ઓછું હોય તો પણ તેને ઓફસેટ કરવામાં આવશે નહી. આ ફ્લાઇટમાં કુલ બે કિ.ગ્રા. વજનને લઈ જવાની છૂટ છે.

હાલમાં પવન હંસ, પિનેકલ એર અને હેરિટેજ એવિયેશન જેવી ઘણી કંપનીઓ હેલિકોપ્ટર સર્વિસ પૂરી પાડી રહી છે. તેઓ વનસાઇડ પ્રવાસ કે રાઉન્ડ ટ્રિપ પણ પૂરી પાડી રહી છે. યાત્રાળુઓ હેલિકોપ્ટર સર્વિસનો ફાયદો મેળવવા માટે ફાટા, સેરસી, સીતાપુર, ગુપ્તકાશી, દેહરાદૂન અને દિલ્હીથી ઓનબોર્ડ થઈ શકે છે.  રાઉન્ડ ટ્રિપનો ભાવ પ્રતિ વ્યક્તિએ 6,500થી 8,000 રૂપિયા હોય છે. જો કે આ રેટમાં માંગ અને પુરવઠા મુજબ વધઘટ થતી રહે છે. એક દિવસના પ્રવાસ માટે જોઈએ તો કંપનીઓ તેની રેન્જ બદલીને 3000થી 3,500 કરી શકે છે. આમ વધારે વજન ધરાવનારાઓએ કેદારનાથ પ્રવાસ માટે વધારે નાણા ચૂકવવા પણ તૈયાર રહેવું પડશે.

જો કે મોટાભાગના લોકો કેદારનાથનો 18 કિ.મી.નો રૂટ ચાલતા જાય છે અને ઘણા લોકો ખચ્ચર પણ કરે છે. પણ યુવાનો મોટાભાગે ચાલવાનું પસંદ કરે છે. પણ આ ચઢાણ અત્યંત આકરુ હોય છે અને તેમા પણ હવા પાતળી હોય છે ત્યારે ઉપર ચઢવું અત્યંત કષ્ટદાયી હોય છે. તેથી વધારે વજનવાળા અને ઉંમરલાયક લોકો હેલિકોપ્ટર મુસાફરી પસંદ કરે છે.

કોરોના ઓસરવાની સાથે પ્રવાસીઓની સંખ્યામાં ઉછાળો આવ્યો છે. તેમા પણ કોરોનામાં બચી ગયેલા લોકોમાં શ્રદ્ધામાં વધારો થયો છે. તેના કારણે ધાર્મિક સ્થળો પર વધુને વધુ ભીડ ઉમટી રહી છે. તેમા પણ ચારધામ યાત્રામાં તો દર વખત કરતાં બમણાથી લઈને ત્રણ ગણા પ્રવાસી જોવા મળી રહ્યા છે.

Your email address will not be published.