જેમના DNAમાં ભ્રષ્ટાચાર છે તેઓ સામાજિક ન્યાય માટે નથી લડી શકતા – CM યોગી

| Updated: January 14, 2022 7:36 pm

ઉતરપ્રદેશમાં હાલ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિધાનસભાની ચૂટંણીમાં ભારે ગરમી જોવા મળી રહી છે અને નેતાઓ દ્વારા વિધાનસભાને ચંટણીને લઇને તૈયારીઓ હાથ ધરી દીધી છે.ગોરખપુરની ચાર દિવસીય મુલાકાતે ગયેલા CM યોગીએ સમાજવાદી પાર્ટી પર આકરાં પ્રહાર કર્યા હોવાનું સામે આવ્યું છે.તેમને દલીતને ત્યાં ભોજન કર્યું અને ત્યાથી જમીને તેમણે નિવેદન આપ્યું કે જેમના DNAમાં ભ્રષ્ટાચાર છે, તેઓ ન્યાયની લડાઈ નથી લડી શકતા નથી.અને તેની સાથે અનેક પ્રકારના તેમના દ્વારા સમાજવાદી પાર્ટી પર આકરાં પ્રહાર કરવામાં આવ્યા હતા.

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે જેઓ વંશવાદ અને પરિવારવાદની રાજનીતિ કરે છે તેઓ સામાજિક ન્યાયના સમર્થક ન હોઈ શકે અને સાથે તેઓએ કહ્યું કે જે નાતજાતને માને છે તે સામાજિક ન્યાય માટે નથી લડી શકતા.સાથે તેઓ જણાવે છે કે જેમના જીન્સ ભ્રષ્ટાચારનો ભાગ છે તેઓ સામાજિક ન્યાય માટે લડી શકતા નથી અને સાથે તેઓએ કહ્યું કે સરકારની યોજનાઓનો લાભ દરેક ગરીબ, દરેક વર્ગના લોકોને મળ્વો જોઇએ.સામાજિક-આર્થિક ભેદભાવ ના હોવો જોઇએ.

શુક્રવારે ગોરખપુરમાં દલિતના ઘરે ભોજન લીધું હતું અને સાથે તેમણે આ દરમિયાન ઉમેર્યું કે 5 વર્ષમાં સરકારે PM મોદીના માર્ગમાં લાગુ કરાયેલી કલ્યાણકારી યોજનાઓનો લાભ દરેક ગામ, દરેક ગરીબ, દરેક ખેડૂત, મજૂર, મહિલા, યુવાનો સુધી ભેદભાવ વગર લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે અને કોઇ જોડે નાત-જાતની ભાવનાઓ રાખવામાં આવી નથી અને આજે તેનું પરિણામ પણ આવ્યું છે..61 કરોડ ગરીબોના ઘરમાં શૌચાલય બન્યા છે. કોઈપણ દલિત બસ્તીમાં જાવ બધાને મફતમાં રાશન આપવામાં આવ્યું છે.

Your email address will not be published.