ભગવાન જગન્નાથની રથયાત્રામાં હજારો કિલો મગ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે

| Updated: June 22, 2022 9:02 pm

અમદાવાદમાં રથયાત્રાને લઈ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે રથયાત્રામાં હજારો કિલો મગનું વિતરણ કરવામાં આવતું હોય છે જેથી લોકો દ્વારા ભગવાનના દરે મગ પહોંચાડવાનું પણ શરુ કરી દીધું છે. થયાત્રામાં મગના પ્રસાદ માટે લોકો પોતાની શક્તિ મુજબ મગનું દાન કરે છે.

આ અંગે મંદિરના મહંતે જણાવ્યું કે, આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. પરંપરા પ્રમાણે ભગવાનના પ્રસાદમાં મગ, જાંબુ, કેરી અને દાડમનો પ્રસાદનો મહિમા રહેલો છે. જેથી લોકો યથાશક્તિ મુજબ પોતાની શ્રદ્ધાથી હજારો કિલો મગનું દાન કરે છે. સો ગ્રામથી લઈને મગની બોરીઓ મૂકી જાય છે. આ મગને પહેલા સાફ કર્યા બાદ ફણગાવીને રથયાત્રાના દિવસે પ્રસાદ રૂપે આપવામાં આવે છે. રથયાત્રામાં દરેક ટ્રકમાં મગનો પ્રસાદ આપવામાં આવે છે. આરોગ્યની દ્રષ્ટિએ મગને મહત્વની ઔષધિ માનવામાં આવે છે અને કઠોળમાં મગ રાજા ગણાય છે. જેથી મગના પ્રસાદનું અનેરું મહત્ત્વ રહેલું છે.

​​​​​​​રથયાત્રામાં હજારો કિલો મગના પ્રસાદ વિતરણ કરવામાં આવે છે. રથયાત્રાના 10 દિવસ પહેલા લોકો મગ મૂકી જતા હોય છે અને બહેનો મગને સાફ કરીને રાખે છે. ગત બે વર્ષ કોરોનાના કારણે રથયાત્રા નીકળી ન હતી, જેના કારણે લોકોને મગના પ્રસાદનો લ્હાવો મળી શક્યો ન હતો. પરંતુ આ વર્ષે લોકો શ્રદ્ધાથી ભગવાનના પ્રસાદ માટે મગનું દાન કરી રહ્યાં છે.

Your email address will not be published.