કચ્છમાં માતાના મઢ જવા માટે આ વર્ષે લાખો ભક્તો કેમ ઉમટ્યાં?

| Updated: October 6, 2021 3:00 pm

નવરાત્રિ શરૂ થાય તે પહેલાં જ કચ્છમાં માતાના મઢનાં ઐતિહાસિક મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા છે. ગયા વર્ષે કોરોનાના કારણે મંદિર બંધ હતુ. પરંતુ હવે દુર દુરથી માતાના ભક્તો આવી રહ્યા છે.

કચ્છના માર્ગો પર જય માતાજીના નાદ સાંભળવા મળે છે. આશાપુરા માતાજીના સ્થાનક માતાના મઢ ખાતે બુધવાર સાંજથી ઘટસ્થાપન બાદ અશ્વિન નવરાત્રી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. આ દરમિયાન સેવા કેમ્પ પર મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે. ભુજથી માતાના મઢ તરફના રસ્તા પર સવર્ત્ર જય માતાજીનો નાદ ગુંજી ઉઠ્યો છે.

સ્થિતિ એવી છે કે તંત્રએ આ માર્ગને નવરાત્રી સુધી વન-વે જાહેર કર્યો છે. માતાજીના દર્શન માટે જતા લોકોમાં વયનું કોઈ બંધન નથી તેથી તેમાં જીવનની શતાબ્દિ પાર કરી ચુકેલા લોકો પણ જોવા મળે છે.

ગતવર્ષે કોરોનાના કારણે માતાના મઢનું ઐતિહાસિક મંદિર નવરાત્રિના સમયે બંધ હતું અને હવે કોરોનાના કેસમાં ઘટાડો થતા આ વખતે મંદિર ખોલવામાં આવ્યું છે. પરિણામે માતાના ભક્તો મંદિર પરિસરમાં ઉમટી રહ્યા છે. જોકે, આ વખત મા આશાપુરાના મંદિર સંકુલમાં શ્રીફળ, મોબાઈલ, કેમરા જેવી વસ્તુ લઈ જવા પર મનાઈ કરવામાં આવી છે.

આ વખતે કોરોનાના કેસ કાબુ હેઠળ હોવાથી લોકો પગપાળા, સાયકલ, મોટર સાયકલ અને વિવિધ ખાનગી વાહનો દ્વારા પહોંચી રહ્યા છે. આ વખતે સેવા કેમ્પ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે જેથી લોકોમાં કોરોના ન ફેલાય. જોકે, ભક્તોની સંખ્યા કે શ્રદ્ધામાં ઓટ આવી નથી.

Your email address will not be published. Required fields are marked *