અમદાવાદના વસ્ત્રાપુરમાં લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝબ્બે, પોલીસે 50 સીસીટીવી કેમેરા તપાસ્યા

| Updated: January 15, 2022 5:31 pm

અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ગત 11 તારીખે બનેલી લૂંટની ઘટનામાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓ પાસેથી તમામ મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મળતી માહિતી પ્રમાણે, શહેરના વસ્ત્રાપુરમાં કુરિયર કંપનીના કર્મચારીના આંખમાં મરચાની ભૂંકી નાખી તેને લૂંટી લેવામાં આવ્યો હતો. આ લૂંટને અંજામ આપનાર ત્રણ આરોપીને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા હતા. આરોપી ઉદયન પારેખ, નિકુંજ પંડ્યા અને વિશાલ ચૌહાણ છે. જો કે, મુખ્ય સૂત્રધાર ઉદયન પારેખ છે જેની સામે આ પહેલા પણ કેટલાક ગુનાઓ પોલીસ ચોંપડે નોંધાયેલા છે.

જો કે, આ આરોપી પહેલા નારણપુરામાં આવેલ કુરિયર કંપનીમાં જ નોકરી કરતો હતો અને કંપનીમાં ચોરી કરતા ઝડપાયો હતો. જો કે, હવે તે બીજી કુરિયર કંપનીમાં નોકરી કરતો હતો અને ત્યા પણ લૂંટ કરવાના ઈરાદે સમરસ હોસ્ટેલ નજીક કુરિયર કંપનીના કર્મચારીને લૂંટવા માટે પ્લાન બનાવ્યો હતો.

પોલીસે આરોપીઓની ધરપકડ કરવા માટે વિવિધ વિસ્તારના 50 જેટલા સીસીટીવી કેમેરાઓ તપાસ્યા હતા. સીસીટીવી ફુટેજના આધારે પોલીસ આરોપીઓ સુધી પહોંચી હતી. પોલીસે આરોપીઓ પાસેથી 2 લાખથી વધારેની રોકડ જપ્ત કરી છે.

Your email address will not be published.