નોટબંધી પછી પણ નકલી નોટનો ધમધોકાર ધંધોઃ અમદાવાદમાંથી 3.20 લાખની બનાવટી નોટો ઝડપાઈ

| Updated: October 16, 2021 12:15 pm

ભારતના અર્થતંત્રને નબળું પાડવા માટે પાડોશી દેશ દ્વારા ભારતમાં અવાર નવાર નકલી નોટો ઘુસાડવામાં આવે છે. નોટબંધીના કારણે નકલી નોટોનું દૂષણ ખતમ થઈ જશે તેમ માનવામાં આવતું હતું, છતાં દરરોજ બનાવટી નોટો પકડાતી રહે છે.

રામોલ પોલીસે આજે આવી જ એક ગેંગનો પર્દાફાશ કર્યો છે અને 3.20 લાખ રૂપિયાની નકલી નોટો સાથે તમિલનાડુના બે યુવક અને અમદાવાદની એક યુવતીને ઝડપી પાડવામાં આવ્યા છે. આરોપીઓ તહેવાર સમયે બજારમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર રચી રહ્યા હતા અને પોલીસે તમામ આરોપીઓને ઝડપી પાડ્યા છે.

પોલીસને ગઈકાલે બાતમી મળી હતી કે કેટલાક લોકો અમદાવાદમાં નકલી નોટો ઘુસાડવાનું ષડયંત્ર કરી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે રામોલ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. આ દરમિયાન બે યુવકો અને એક યુવતી પાસે એક શંકાસ્પદ થેલો મળી આવતા તેમની તપાસ હાથ ધરવામાં આવી અને તેમાંથી 2000ના દરની 3.20 લાખ રૂપિયાની નકલી નોટો મળી આવી હતી.

આ કેસમાં પોલીસે અમદાવાદના વિકાસ વનિકર, અલકા જોશી અને મિતેષ વાઘેલાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. તેમણે જણાવ્યું કે તેઓ આ નકલી નોટો તમિલનાડુના સેલમથી મંગાવે છે અને ભારતીય બજારમાં ફરતી કરે છે.

શંકા ન જાય તે માટે તેઓ યુવતીઓને સાથે રાખે છે અને તેમના પાસે પણ આ નકલી નોટો બજારમાં ફરતી કરે છે. ઝડપાયેલી યુવતીઓ આ નકલી નોટોના વ્યવસાયમાં ઘણા સમયથી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

Your email address will not be published. Required fields are marked *