શિક્ષણ વિભાગમાં આઇએએસ સહિત ત્રણ અધિકારીઓ નિવૃત્ત થયા

| Updated: July 31, 2022 7:37 pm

રાજ્યના શિક્ષણ વિભાગમાં આઇએએસ સહિત ત્રણ અધિકારીઓ નિવૃત્ત થયા છે. તેઓ નિવૃ્ત્ત થતા તેમના બદલે ફરજની જગ્યાઓ પર વધારાનો ચાર્જ પણ બીજાને અપાઈ ગયો છે. શાળાઓની કચેરીમાં મહત્વની જગ્યા માધ્યમિકના સંયુક્ત નિયામક એચ એન ચાવડા પણ નિવૃત્ત થયા છે.

તેમની ફરજની જગ્યાનો વધારાનો ચાર્જ કોલેજના સંયુક્ત નિયામક બી.સી. સોલંકીને ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત મધ્યાહન ભોજન યોજનાના ડાયરેક્ટર આઇએએસ સતીષ પટેલ નિવૃત્ત થતાં તેમની ફરજની જગ્યા પર શાળાઓની કચેરીના ડાયરેક્ટર આઇએએસ શાલિની દુહાનને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.

આ ઉપરાંત અન્ય નિવૃત્ત થયેલા અધિકારીઓમાં શાળાઓની કચેરીના નાયબ નિયામક વાય.એચ. પટેલ અને દોધરાના ડીઇઓ બી.એસ. પંચાલનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે શાળાઓની કચેરીમાં સંયુક્ત નિયામક તરીકેનો જે અધિકારીને ચાર્જ સોંપવામાં આવ્યો છે તેણે વર્ગ-2ના અધિકારીઓની બદલીમાં ગોઠવણનો દોર ચલાવ્યો હોવાની શિક્ષણ આલમમાં ચર્ચા હતી. તેનું કારણ એ છે કે કમિશ્નર શાળાઓની કચેરી દ્વારા 24 જાન્યુઆરીએ એક સાથે વર્ગ-2ના 168 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી, જેના એક મહિના બાદ આ જ અધિકારીની સહીથી 12 અધિકારીની બદલીના ઓર્ડર થયા હતા જેમા આઠ અધિકારી એવા હતા જેમની મહિના પહેલા જ બદલી થઈ હતી.

શિક્ષણ જગતમાં આ બદલીઓની વ્યાપક પાયા પર ચર્ચા થઈ રહી છે. શિક્ષક વર્તુળ અને કર્મચારી સંઘોમાં પણ બદલીઓની ચર્ચા દિનભર ચાલી હતી. હવે અધિકારીઓ નિવૃત્ત થતાં તેમની જગ્યાએ કોઈને પ્રમોશન આપવામાં આવે છે. કે પછી કોઈને ચાર્જ આપીને ગાડુ ગબડાવવામાં આવે છે તે જોવાનું રહેશે.

Your email address will not be published.