અમદાવાદ શહેરના ખોખરામાં આજે બપોરના સમયે JCBની ટક્કરે એક દીવાલ પડી હતી જેમાં ત્રણ લોકો દટાઈ જતા તેઓના મોત થયા હતા. આ ઘટનાની જાણ ફાયરને થતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.દટાયેલા લોકોને બહાર કાઢી સારવાર માટે મોકલ્યા હતા.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, ખોખરા-કાંકરિયાને જોડતા અનુપમ ઓવરબ્રિજ નજીક સલાટનગર વસાહત ખાતે કરુણ દુર્ઘટના ઘટી હતી. જેમાં JCB મશીનની ટક્કર વાગતા એદ દીવાલ ધરાશાયી થઈ ગઈ હતી. આ દરમિયાન દીવાલની પાસે ઉભેલા 3 જેટલા લોકો તેમાં દટાઈ ગયા હતા. જેમાં હવા ખાા પિતા-પુત્રીનું કાટમાળમાં દટાઈ જતા થયેલી ઈજાઓથી મોત નિપજ્યું છે.
આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો જેથી લોકોએ જેસીબી પર પથ્થરમારો કર્યો હતો. લોકોએ પથ્થરમારો કરતા જેસીબી ચાલક ત્યાથી ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ આ ઘટનામાં દટાયેલા લોકોને સ્થાનિકોએ તાત્કાલિક બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ મોકવામાં આવ્યા હતા.