સુરતના મહિઘરપુરામં 1.65 કરોડની લૂંટ કરનાર ત્રણ શખ્સો ઝડપાયા

| Updated: January 11, 2022 5:37 pm

સુરતના મહિધરપુરમાં થયેલ કરોડો રૂપિયાની લૂંટનો ભેદ હમણાં જ ઉકેલાયો છે જેમાં સુરત પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરીને કુલ 65 લાખ રોકડ સહિત અન્ય મુદ્દામાલ કબ્જે કર્યો છે

પ્રાપ્ત વિગત મુજબ સુરતના મહિધરપુરા વિસ્તારમાં દિન દહાડે ગત તારીખ 6 જાન્યુઆરીના રોજ કરોડો રૂપિયાની લૂંટ નો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદી અને અન્ય સાથી મિત્ર સોનાના વેચાણના કુલ રોકડ રકમ 1. 65 કરોડ ભરેલા રોકડા રૂપિયાની બેગ લઈને જતા હતા તે દરમિયાન બે ઈસમો દ્વારા બાઇક આંતરીને રોકડ ભરેલી બેગની લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા

બનાવને પગલે સુરત પોલીસ દોડતી થઈ હતી જોકે લૂંટ કરનાર બન્ને ઈસમો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જેથી સુરત પોલીસે અલગ અલગ ટિમો બનાવીને લૂંટ કરનાર ત્રણ આરોપીની ધરપકડ કરી છે પકડાયેલ આરોપી પાસેથી કુલ 65 લાખની રોકડ સહિત અન્ય મુદામાલ કબ્જે કર્યો છે ..

સુરત પોલીસે મિતેષ પરમાર,રાજુ ઉર્ફે રાજન મરાથે,,સનની કુમાર શાંતિલાલ કંસારાનામના આરોપીની ધરપકડ કરીને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે જોકે પકડાયેલ આરોપી પૈકી અન્ય બે આરોપીઓની પણ લૂંટ ના કેસમાં સંડોવણી બહાર આવી છે ત્યારે સુરત પોલીસ દ્વારા અન્ય આરોપીઓને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે

Your email address will not be published.