સુરતમાં આવતીકાલે 26 જાન્યુઆરીના રોજ ત્રણ પોલીસ અધિકારીઓની રાષ્ટ્રપતિ ચંદ્રકો માટે પસંદગી કરવામાં આવી છે. આ એવોર્ડ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા એનાયત કરવામાં આવશે.
26મી જાન્યુઆરી 2022ની પૂર્વ સંધ્યાએ ગુજરાત પોલીસ દળના કુલ 19 પોલીસ જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા રાષ્ટ્રપતિ ચંદ્રકો માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં પ્રશંસનીય કામગીરી કરવા બદલ સુરત શહેરના નાયબ પોલીસ અધિક્ષક(બિન હથિયારી) ડી.જે.ચાવડા તથા બિન હથિયારી મદદનીશ સબ ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા પંકજ બાબુભાઈ પટેલ તથા બિન હથિયારી મદદનીશ સબ ઈન્સ્પેકટર વિજય બહાદુરસિંહ ડોડીયાને રાષ્ટ્રપિત મેડલ જાહેર કરવામાં આવ્યા છે.