અનંતનાગમાં ત્રણ ત્રાસવાદી ઠાર મરાયા

| Updated: July 10, 2021 9:49 pm

કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં રાષ્ટ્રીય રાઇફલ્સ, જમ્મુ કાશ્મીર પોલીસ અને સીઆરપીએફે સંયુક્ત કાર્યવાહી કરીને ત્રણ ત્રાસવાદીને ઠાર માર્યા છે. આજે બપોરે લગભગ એક વાગ્યે આ વિસ્તારમાં ઉગ્રવાદીઓ હાજર હોવાની બાતમી મળ્યા બાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
સુરક્ષા દળોની હિલચાલ જોઈને ઉગ્રવાદીઓએ ભાગી જવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સૈનિકોએ તેમને તરત ઘેરી લીધા હતા અને તેમને શરણે આવવા જણાવ્યું હતું. જોકે, ત્રાસવાદીઓએ શરણે આવવાના બદલે ભારે ગોળીબાર શરૂ કર્યો હતો. સામસામા ગોળીબારમાં લશ્કર-એ-તોયબાનો આરિફ અહમદ હજામ, હિઝબુલનો બસિત ગની અને સોહેલ અહમદ ભટ માર્યા ગયા હતા.

Your email address will not be published.