ગુજરાતમાં ચૂંટણી પહેલા AAP એક્ટિવ: ઈસુદાન ગઢવીને નેશનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી બનાવાયા, 850 હોદ્દેદારોનું લિસ્ટ જાહેર

| Updated: June 12, 2022 2:39 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. જયારે તમામ પાર્ટીના કાર્યકર્તાઓ મતદાતાઓને રિઝવવાના પ્રયાસમાં લાગી ગયા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પ્રમુખ સિવાય તમામ સંગઠન વિખેરી નાંખ્યું હતું.પાર્ટીએ 850 કાર્યકર્તાઓને હોદ્દેદારો બનાવવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીની નવા સંગઠનમાં ઈસુદાન ગઢવી અને ઈન્દ્રનીલ રાજ્યગુરુને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.

આમ આદમી પાર્ટી દ્વારા નીકાળવામાં આવેલ પરિવર્તન યાત્રા 182 વિધાનસભામાં નીકળી હતી. આ યાત્રાને લોકો દ્વારા સારો એવો પ્રતિસાદ પણ આપવામાં આવ્યો હતો. આ સાથે ગામડાઓ લોકો સાથે બેઠક પણ કરવામાં આવી છે. આમ આદમી પાર્ટીમાં માત્ર બે મહિનામાં જ લાખો લોકો અને 30,000થી વધુ એક્ટિવ લોકો જોડાયા છે. સંગઠનને વિખેરી ચૂંટણીને ધ્યાનમાં રાખી આજે નવું સંગઠન જાહેર કરવામાં આવી રહ્યું છે. ગામડા સુધીનું સંગઠન રહેશે. પહેલા માળખાની જાહેરાત કરવામાં આવી છે.

ડો. સંદીપ પાઠકે ચર્ચા કરતા જણાવ્યું કે, ગુજરાતની પ્રજા આગામી સમયમાં નવા મુખ્યમંત્રી નક્કી કરશે. જે તે સમયે અમે ચોક્કસ ચહેરો જાહેર કરીશું. ઈસુદાન ગઢવીને રાષ્ટ્રીય લેવલે જવાબદારી સોંપવામાં આવી છે. અમારું સંગઠન મોટું બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય લેવલે પણ મોટી પાર્ટી બની છે ત્યારે ઇસુદાન રાષ્ટ્રીય લેવલે નેતા છે અને તેઓ કરી શકે છે.

પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું હતું કે, તમામને અભિનંદન આપું છું. અલગ અલગ સેલના પ્રમુખો અને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા છે. ગુજરાતમાં કામ કરવાનો અનુભવ કર્યા બાદ અને સંદીપ પાઠક આવ્યા બાદ હવે ગુજરાતની ચૂંટણી ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે લડાશે. ચૂંટણી પરિણામો ચોંકાવનારા હશે.

ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, આ વિધાનસભા ચૂંટણીને લઈ લિસ્ટ બનાવવામાં આવ્યું છે. 850 જેટલા હોદ્દેદારોને અભિનંદન આપું છું. સંગઠન વિધાનસભા અને લોકસભા વાઇઝ બનાવવામાં આવ્યું છે. એક વિધાનસભામાં ચાર સંગઠન મંત્રી હશે.

Your email address will not be published.