આમ આદમી પાર્ટીનો આજથી ચૂંટણી પ્રચાર શરુ, ગુજરાતના 182 બેઠકો પર યાત્રા યોજશે

| Updated: May 15, 2022 3:12 pm

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ પાર્ટી દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા આજથી ગુજરાત પરિવર્તન યાત્રાની શરુઆત કરી દેવામાં આવી છે. આપ 182 બેઠકોમાં યાત્રા યોજીને લોકો સુધી પહોંચશે. રાજ્યના 6 અલગ અલગ સ્થળોથી આમ આદમી પાર્ટી પરિવર્તન યાત્રાની શરૂઆત કરવામાં આવી છે.

આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ નિમિષાબેન ખુંટ તથા ગુજરાત યુથ વિંગ પ્રમુખ પ્રવીણ રામે ભગવાન મહાદેવના આશીર્વાદ લઇ સવારે 8 વાગ્યે યાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે. દ્વારકાથી ઇસુદાન ગઢવી, ઇન્દ્રનીલ રાજ્યગુરુ તથા સંગઠન મંત્રી અજિત લોખીલ કૃષ્ણ ભગવાનના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે.

સિદ્ધપુરથી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ ભેમાભાઇ ચૌધરી, સંગઠન મંત્રી રમેશભાઈ નાભાણી અને મહામંત્રી સાગરભાઈએ અને ઉમરગામ થી ‘આપ’ પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુન રાઠવા અને BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ અને ધારાસભ્ય મહેશભાઇ વસાવા તેમજ અબડાસાથી ‘આપ’ કિસાન સંગઠન અધ્યક્ષ રાજુ કરપડા અને ‘આપ’ નેતા કૈલાશદાન ગઢવીએ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.

દાંડીથી ‘આપ’ ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, સંગઠન મંત્રી રામ ધડૂક અને આપ નેતા રાકેશ હિરપરા સાંજે 4 કલાકે યાત્રાનો પ્રારંભ કરશે. ગુજરાતમાં ભ્રષ્ટાચારમુક્ત શાસન આપવા,ખરા અર્થમાં સુશાસનની સ્થાપના કરવા અને ગુજરાતના યુવાનો માટે રોજગારની ઉત્તમ સગવડ વ્યવસ્થા પુરી કરવા માટે આપ આદમી પાર્ટીની આ ‘પરિવર્તન યાત્રા’ ગુજરાતની રાજનીતિને એક સકારાત્મક દિશામાં લઈ જશે તેમ આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું.

Your email address will not be published.