પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે વર્ચ્યુઅલ મિટિંગને સંબોધતા દાવો કર્યો હતો કે હવે ગુજરાત નહીં પણ પશ્ચિમ બંગાળના મોડલનો વારો છે. વિવિધ રાજ્યોમાં આજે મમતાની મિટિંગ માટે મોટા સ્ક્રીન લગાવવામાં આવ્યા હતા જેના પર મમતાએ જુસ્સાભેર ભાષણ આપ્યું હતું.
શહીદ દિવસ નિમિત્તે ત્રિપુરા, આસામ, ઓડિશા, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં મોટા સ્ક્રીન મુકાયા હતા. અમદાવાદ શહેરમાં પણ વિવિધ જગ્યાએ તેમના પોસ્ટર મુકવામાં આવ્યા હતા જે પછી દૂર કરાયા હતા. આ પોસ્ટર સત્તાવાળાએ દૂર કર્યા કે ટીએમસીએ તે જાણી શકાયું નથી.
બંગાળીમાં વાત કરતા મમતાએ ગુજરાત મોડલની ટીકા કરીને બંગાળ મોડલના વખાણ કર્યા હતા. તેમણે પેગાસસ જાસૂસી કૌભાંડ અંગે કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે તેઓ વિપક્ષના નેતાઓ સાથે પણ વાત કરી શકતા નથી, કારણ કે તેમને ખબર હતી કે તેમનો ફોન ટેપ થતો હતો.
તેમણે કહ્યું કે લોકશાહી ત્રણ ચીજોથી બને છેઃ મીડિયા, ન્યાયતંત્ર અને ચૂંટણીપંચ. પેગાસસે ત્રણેય પર નિયંત્રણ મેળવી લીધું છે.