નેહા કક્કરનો આજે જન્મદિવસ છે, તેના સંગીતે લાખો લોકોના જીવનને પ્રભાવિત કર્યું…

| Updated: June 6, 2022 3:28 pm

નેહા કક્કર, એક ભારતીય પ્લેબેક સિંગર, ટેલિવિઝન સેલિબ્રિટી અને કલાકાર છે.તેણે અનેક સંગીત ગાયા પણ છે અને હિટ પણ થયા છે.તેણે ચાર વર્ષની હતી ત્યારે ગાવાની શરૂઆત કરી હતી.

ઇન્ડિયન આઇડોલમાં તેણે ઇન્ટરવ્યું આપ્યું હતું.જેમાંથી તે આગળી આવી હતી.એ સમય દરમિયાન તે જીતી શકી ન હતી પરંતુ તેના કામથી તે બોલિવૂડમાં તેણીએ ડંકો વગાડ્યો હતો,તેણીએ પોતાના કામથી ખૂબ નામ કમાવ્યું છે.

તેના સંગીતે લાખો લોકોના જીવનને પણ પ્રભાવિત કર્યું છે. તે Instagram અને Twitter જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેના ચાહકો સાથે જોડવામાં ઘણો સમય વિતાવે છે. સોશિયલ મીડિયા પર, તે સૌથી જાણીતા સંગીતકારોમાંની એક છે.

તેણીએ નાની ઉંમરે તેણીના કેરિયરની શરૂઆત કરી અને આખરે તેણીના પરિવાર માટે વૈભવી જીવન પ્રદાન કર્યું છે.તેનો પુરો પરિવાર સંગીત સાથે જોડાયેલો છે અને તેણે પોતાના પરિવારને ધણી મહેનત કરી અને વૈભવી જીવન પ્રદાન કર્યું છે

પંજાબી ગાયક-ગીતકાર રોહનપ્રીત સિંહ તેના પતિ છે.તેમના લવ મેરેજ થયા છે અને તેમની લવ સ્ટોરી પહેલા તેને એક અભિનેતા સાથે પણ પ્રેમ થયો હતો.અને ત્યાર બાદ તેને રોહનપ્રીત સાથે પ્રેમમાં પડી હતી. તેણીની લવ લાઇફએ સોશ્યલ મડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું હતું.

આ ઉપરાંત, તેણીએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ પર તેના લગ્નની ઔપચારિક જાહેરાત કરી હતી, અને તેના લગ્ન દિલ્હીના એક ગુરુદ્વારામાં મોટી ભીડની સામે યોજાયા.

Your email address will not be published.