સુંદર પિચાઈ નો આજે 50મો જન્મદિવસ; જાણો ગૂગલમાં તેમના 18 વર્ષની સફર અંગે

| Updated: June 10, 2022 3:04 pm

ગૂગલના સીઈઓ સુંદર પિચાઈને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેમની ગણતરી ભારતીય મૂળના એવા એક્ઝિક્યુટિવ્સમાં થાય છે, જેમણે સિલિકોન વેલીમાં મોટું નામ બનાવ્યું છે. આજે એજ સુંદર પિચાઈનો 50મો જન્મદિવસ છે. 

સુંદર પિચાઈનો જન્મ 10 જૂન 1972ના રોજ તમિલનાડુના મદુરાઈમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ ચેન્નઈથી મેળવ્યું હતું. આ પછી પિચાઈએ IIT ખડગપુરમાંથી એન્જિનિયરિંગ કર્યું. વધુ અભ્યાસ માટે, પિચાઈ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી અને પછી પેન્સિલવેનિયા યુનિવર્સિટી ગયા હતા. 2004 માં પિચાઈ ગૂગલ કંપનીમાં જોડાયા અને આજે તેઓ તે કંપનીના વડા છે.

પિચાઈ 2004 થી ગૂગલમાં હતા. ગૂગલના સીઇઓ તરીકે કાર્યભાર સંભાળતા પહેલા, તેઓ Google Android, Chrome અને Apps ના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ હતા, તેઓ ગ્રાહક ઉત્પાદનો પર કામ કરતા હતા.

2011માં ટ્વિટરે પણ તેમને હાયર કરવા માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. આ પછી, 2014 માં, માઇક્રોસોફ્ટે પણ સીઇઓ પદ માટે તેમનો સંપર્ક કર્યો. જોકે, બંને વખતે ગૂગલે પગારમાં ધરખમ વધારો કરીને તેમને રોકી દીધા હતા. 

2008માં જે ટીમે ક્રોમ બ્રાઉઝર લોન્ચ કર્યું હતું પિચાઈ પણ એ ટીમનો ભાગ હતા અને તે પહેલા, ગૂગલ ટૂલબાર, ડેસ્કટોપ સર્ચ, ગેજેટ્સ અને ગૂગલ ગિયર્સ અને ગેજેટ્સ સહિત વિવિધ શોધ ઉત્પાદનો પર કામ કર્યું હતું. ગૂગલમાં જોડાતા પહેલા, પિચાઈએ ઉત્પાદક એપ્લાઇડ મટિરિયલ્સમાં એન્જિનિયર તરીકે કામ કર્યું હતું.

સુંદર પિચાઈએ અંજલિ પિચાઈ સાથે લગ્ન કર્યા છે અને સાથે તેમને બે સંતાનો કાવ્યા પિચાઈ અને કિરણ પિચાઈ છે. સુંદર પિચાઈની મુલાકાત અંજલિ સાથે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT), ખડગપુરમાં કોલેજ દરમિયાન થઈ હતી. સોફ્ટવેર એન્જિનિયર અંજલિ તેમની ક્લાસમેટ હતી.

2019 માં, તેમને આલ્ફાબેટના સીઇઓ બનાવવામાં આવ્યા હતા. ગૂગલ એ આલ્ફાબેટની પેટાકંપની છે. એટલે કે 2019માં તે કંપનીના સર્વોચ્ચ પદ પર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: ગુજરાત: અલકાયદાની ધમકી બાદ જગન્નાથ યાત્રા માટે સરકારની કડક સુરક્ષા; ડ્રોન અને એપ્લિકેશન નો ઉપયોગ કરાશે

Your email address will not be published.