આજે દલાઈ લામાનો જન્મદિવસઃ તિબેટના આધ્યાત્મિક નેતાની કેટલીક અજાણી વાતો

| Updated: July 6, 2022 5:00 pm

તિબેટના 14મા દલાઈ લામા તેમની સરળતા માટે સમગ્ર વિશ્વમાં લાખો લોકોનો પ્રેરણાસ્ત્રોત છે. તેમણે તેમનું સમગ્ર જીવન ચીનના શાસન હેઠળ કચડાતા તિબેટની મુક્તિ માટે સમર્પિત કર્યુ છે. આ પવિત્ર દલાઈ લામે આજે 87 વર્ષના થયા છે.

છ જુલાઈ 1935ના રોજ તેન્ઝિન ગ્યાસ્ટો તરીકે જન્મેલા બૌદ્ધ સંપ્રદાયના આધ્યાત્મિક નેતા દલાઈ લામે 1959માં ભારત આવ્યા હતા. ચીનના અત્યાચારો સામે તિબેટે 1959માં લડત ઉપાડતા તે લડતની આગેવાની લેવા બદલ દલાઈ લામાએ ભારત આવવું પડ્યું હતું. તેમના 87માં જન્મદિવસે તેમની કેટલીક અજાણી વાતો રજૂ કરવામાં આવી છે.

– દલાઈ લામા ફક્ત બે વર્ષના હોય ત્યારે બૌદ્ધ સાધુઓ દ્વારા તેમની પસંદગી કરવામાં આવે છે. તેમણે સાધુ બનતા પહેલા બધા પરીક્ષણોમાંથી પસાર થવું પડે છે. તેના પછી તેઓ બૌદ્ધ સંપ્રદાયના આધ્યાત્મિક નેતા બને છે.

આ પણ વાંચોઃ આઇકોનિક એમ્બેસેડર કારની કંપની હવે ભારતમાં ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર બનાવશે

– તેમને અને તેમના કુટુંબને ચાઇનીઝ જનરલ દ્વારા બંદી બનાવવામાં આવ્યા હતા. તેના પછી તિબેટિયન સરકારે નાણા ચૂકવતા ગ્યાસ્ટો અને તેમનું કુટુંબ લ્હાસા પહોંચ્યું હતું. તે ચાર વર્ષના હતા ત્યારે જ તેમને દલાઈ લામા બનાવી દેવાયા હતા અને છ વર્ષે તે સાધુ બની ગયા હતા.

– તે યુવાન હતા ત્યારે તે ઓસ્ટ્રેલિયન પર્વતારોહક અને એક્સ્પ્લોર હેનરિક હેરરના મિત્ર બની ગયા હતા. યુવા વયે હેનરિક સાથેની મિત્રતાએ તેમના પુસ્તક સેવન યર્સ ઇન તિબેટ લખવાનો આધાર તૈયાર કર્યો હતો.

– તેમને અવલોકિતેશ્વરા બોધિસત્વના 74મા અવતાર તરીકે જોવામાં આવે છે. તિબેટિયનો તેમને યેશે નોર્બુ (ઇચ્છા પૂરી કરનારા મહારત્ન) તરીકે કે કુંડુમ ( અસ્તિત્વ) તરીકે પૂજે છે.

– દલાઈ લામાના શોખમાં ધ્યાન, બાગકામ અને જૂની ઘડિયાળો રિપેર કરવાનો સમાવેશ થાય છે.

– તેમણે જણાવ્યું હતું કે જો તે સાધુ બન્યા ન હોત તો ચોક્કસપણે એન્જિનિયર બન્યા હોત, કારણ કે તેમને વિજ્ઞાનમાં ખૂબ જ રસ છે.

– તેઓ હોમર ગીયરના ગોડફાધર છે, હોમર ગીયર હોલિવૂડ અભિનેતા રિચાર્ડ ગીયરનો પુત્ર છે.

– દલાઈ લામા દરરોજે વહેલી સવારે ત્રણ વાગે ઉઠી જાય છે અને દિવસનો પ્રારંભ પ્રાર્થના અને ધ્યાનથી કરે છે.

– તેમને ઘણા સન્માન મળી ચૂક્યા છે. તેમા નોબેલ શાંતિ પુરસ્કાર ઉપરાંત યુએસ કોંગ્રેસ પાસેથી ગોલ્ડ મેડલ મળ્યો છે.

– તેમણે નિર્દેશ આપ્યો છે કે તેમના અનુગામીની શોધ તે વિદેશમાં કરશે તે તિબેટમાં નહી. તેમણે જણાવ્યું હતું કે તે કદાચ 15માં દલાઈ લામાની જાતે નિમણૂક કરે. તેમની આ ટિપ્પણીને ચીને વ્યાપક ટીકા કરી છે.

Your email address will not be published.