ઈદ એટલે ભાઈચારોનો તહેવાર

| Updated: May 2, 2022 7:45 pm

બધી ફરિયાદો ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી આપવામાં આવે છે. આ વખતે ઈદ (Eid)3 મે 2022ના રોજ મનાવવામાં આવશે. આ ખાસ અવસર પર દરેક મુસલમાન માટે ઈદ પહેલા ફિત્ર આપવામાં આવે છે.આ ફિત્ર આપવું ફરજિયાત છે.

ઈદ-ઉલ-ફિત્ર મુસ્લિમ સમુદાયનો સૌથી મોટો તહેવાર છે. પવિત્ર રમઝાન માસના અંત પછી સમગ્ર વિશ્વમાં ઈદનો (Eid) તહેવાર ઉજવવામાં આવે છે. ઈદનો ચાંદ દેખાય ત્યારબાદ જ ઈજ ઉજવવામાં આવે છે. જો કે આ વખતે ઈદ 3 મે 2022ના રોજ મનાવવામાં આવશે. ઈદને લઈ મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મસ્જિદોને શણગારવામાં આવે છે, દરેક વ્યક્તિ આ દિવસે નવા કપડાં પહેરે છે અને સાથે જ પોતાના ઘરમાં વાનગીઓ પણ બનાવે છે.

ઈદ (Eid) નિમિત્તે ભેટ-સોગાદો ઉપરાંત ઈદીના રૂપમાં નાના બાળકોને પૈસા પણ આપવામાં આવે છે અને તમામ ફરિયાદો ભૂલીને એકબીજાને ગળે મળીને ઈદની શુભકામનાઓ આપવામાં આવે છે.

મુસ્લિમ સમુદાયના સૌથી મોટા તહેવાર ઈદ પર મીઠી વાનગીઓ, ખાસ કરીને શીર-કોરમા બનાવવામાં આવે છે. ઈસ્લામનો આ તહેવાર ફરિયાદોને ભૂલીને ભાઈચારાનો સંદેશ આપે છે.

ઈદના (Eid) દિવસે દરેક વ્યક્તિ સવારે વહેલા ઉઠી સ્નાન કરી નવા કપડાં પહેરીને ઈદની નમાજ અદા કરવા માટે જાય છે. મુસ્લિમ સમુદાયના દરેક વ્યક્તિ માટે રમઝાન માસમાં એટલે કે ઈદ પહેલા ફિત્ર આપવું ફરજિયાત છે. જેમાં અઢી કિલો અનાજ અથવા તેની કિંમતના પૈસા કોઈ પણ ગરીબોને આપવામાં આવતા હોય છે.

ઈદ-ઉલ-ફિત્રનો ઈતિહાસ

ઈસ્લામિક કેલેન્ડર મુજબ ઈદ-ઉલ-ફિત્રની શરૂઆત જંગ-એ-બદર પછી થઈ હતી. એવું કહેવાય છે કે આ યુદ્ધનું નેતૃત્વ ખુદ પયગંબર સાહેબે કર્યું હતું અને આ યુદ્ધમાં મુસ્લિમ સમુદાયનો વિજય થયો હતો.

શું છે ઈદના ચાંદનું મહત્વ
મુસ્લિમ ધર્મના અનુયાયીઓ ખાસ કેલેન્ડરમાં માને છે. જે ચંદ્રની હાજરી અને અવલોકન દ્વારા નક્કી થાય છે. આ મુજબ રમઝાન મહિના બાદ ઈદનો ચાંદ જોવા મળે છે. રમઝાનનો પવિત્ર મહિનો ચંદ્રના દર્શન સાથે શરૂ થાય છે અને તેનો અંત પણ ચંદ્રના દર્શન સાથે થાય છે.

અલ્લાહનો આભાર

મુસ્લિમ સમુદાયના લોકો ઈદના (Eid)દિવસે અલ્લાહનો આભાર માની માનતા હોય છે. કારણ કે અલ્લાહે તેમને 30 દિવસ સુધી ઉપવાસ કરવાની શક્તિ આપી છે. રમઝાન મહિનામાં દાન પણ કરવામાં આવે છે. તેની પાછળ એવી માન્યતા છે કે આ પવિત્ર મહિનામાં દાન કરવાથી બમણું ફળ મળે છે.

Your email address will not be published.