શાકમાં મીઠું વધારે પડતા પતિએ માર મારી પત્નીનો ટકો કરી નાખ્યો

| Updated: May 13, 2022 1:32 pm

અમદાવાદઃ અમદાવાદમાં શાકમાં મીઠુ વધારે પડી જતા પતિએ પત્નીને માર મારી પછી તેનો ટકો કરી નાખ્યો હતો. યુવતીએ તેના પતિ સામે ડોમેસ્ટિક વાયોલન્સની નોંધાવેલી ફરિયાદ મુજબ તે બાળકો સાથે ઘરે હતી ત્યારે પતિ જમવા માટે આવ્યો હતો.

પત્નીએ જમવાનું આપ્યા બાદ પતિ આવેશમાં આવી ગયો હતો. તેણે શાકમાં મીઠું વધારે કેમ છે તેમ કહીને પત્નીને ભારે માર માર્યો હતો. પત્નીને માર મારવાથી પણ સંતોષ ન થતાં તેણે વધારે આવેશમાં આવી જઈ પત્નીને ઘરમાંથી બહાર કાઢી હતી. તેના પછી અસ્ત્રા વડે યુવતીના વાળ કાપી નાખ્યા હતા. તે વખતે યુવતી એટલી ગભરાઈ ગઈ હતી કે તેણે પતિ અંગે ફરિયાદ પણ કરી ન હતી. પણ ફરીથી ઝગડો થતા તેણે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદના વટવા વિસ્તારમાં રહેતી આ યુવતી તેના પરિવાર સાથે રહે છે અને ઘરકામ કરે છે. તેનો પતિ મજૂરીકામ કરે છે. 8મી મેના રોજ યુવતી બાળકો સાથે ઘરે હતી ત્યારે તેનો પતિ ઘરે આવ્યો હતો. તેણે પતિને જમવાનું આપ્યું હતું. આ દરમિયાન શાકભાજીમાં થોડું મીઠું વધારી પડી ગયું હતું. તેથી તે ખાતા પતિ વધારે આવેશમાં આવી ગયો હતો. તેણે શાકમાં મીઠું વધારે કેમ છે તેમ કહી પત્ની સાથે બોલાચાલી કરી હતી. તેને માર માર્યો હતો અને ઘરની બહાર કાઢી મૂકી હતી.

Your email address will not be published.